News of Wednesday, 6th August 2025
ધ્રોલ-જોડીયા રોડ ઉપરથી ૬.૪૬ લાખના દારૂ સાથે કાર ઝડપાઇ
કાર ચાલક નાશી છૂટતા શોધખોળઃ રૂા.૧૨.૪૬ નો મુદામાલ જપ્ત કરતી ધ્રોલ પોલીસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૬: ધ્રોલ-જોડીયા રોડ ઉપરથી ધ્રોલ પોલીસે ૬.૪૬ લાખના દારૂ સાથે કાર ઝડપી લઇને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ પો સ્ટેના પો.ઇન્સ. એચ વી રાઠોડની સુચના મુજબ ધ્રોલ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિ ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમા હતા. ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ. રાજેશભાઇ કે.મકવાણા તથા કલ્પેશભાઇ ડી.કામરીયા તથા પો.હેડ કોન્સ. હરદેવસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ રધુવિરસિંહ સી. જાડેજા તથા કરણભાઇ એન.શીયાર તથા નાગજીભાઇ પુંજાભાઇ ગમારાનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ધ્રોલ ધ્રોલથી જોડીયા તરફ જતા રોડ પર આવેલ સોના સ્ટોન પાસે રોડથી નીચે સાઇડમાં એક શંકાસ્પદ ક્રેટા કાર પડેલ છે જેથી સદર બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાં એક ક્રેટા કાર વિદેશી દારૂની બોટલો નંગ ૪૮૧ ભરેલી ક્રેટા કારનો ચાલક હાજર નહિ મળી આવતા ફરારી જાહેર કરી મુદામાલ કબ્જે કરી કાર્યદેસરની કાર્યવાહિ કરેલ છે તથા આ દારૂનો જથ્થો મોકલનાર તથા દારૂ મંગાવનાર ની તપાસ તજવીજ હાથ ધરેલ છે.
કેટા કાર રજી.નંબર એચઆર-૭૦-જી-૬૦૮૭ મળી આવી છે. અલગ-અલગ કંપનીની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૪૮૧ કિં.રૂ.૬,૪૬,૭૮૦/- (૨) ક્રેટા કાર રજી.નંબરએચઆર-૭૦-જી ૬૦૮૭ કિં.રૂ.૫,૦૦,૦૦૦/- જપ્ત કરેલ છે.
આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ. શ્રી એચ.વી.રાઠોડ પો.હેડ કોન્સ. રાજેશભાઇ કે. મકવાણા તથા કલ્પેશભાઇ ડી.કામરીયા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ. નાગજીભાઈ પુંજાભાઈ ગમારા તથા કરણભાઇ એન.શીયાર રધુવિરસિંહ સી.જાડેજાનાઓ દ્વારા કરવામા આવેલ છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
