<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી ૩૧ લાખ રૃપિયાથી વધુની મગફળીની ચોરી

સરકારે કહ્યું અમારે લેવાદેવા નથીઃગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં ૫૭૬૦૦ મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી

રાજકોટ,તા.૬

રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૪માં જેતપુરના ગોડાઉનમાંથી મગફળની ૧૨૧૨ બોરીઓ ચોરાયા બાદ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં ૫૭૬૦૦ મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં ૫ થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીમાંથી ૧૨૧૨ મગફળીની બોરીઓ ચોરી થઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. ૩૧.૬૪ લાખની કિંમતની મગફળીની ચોરી થતાં ખળબળાટ મચી ગયો હતો.

સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, 'ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે.'મગફળીની ચોરી મામલે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેર હાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેરહાઉસમાં ૬-૬ મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવતું  હોય છે. જોકે, મગફળીની ચોરી મામલ અનેક સવાલો ઊભી થયા છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા. સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?

(9:57 PM IST)