તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 6th August 2025
કોરીડોર બાબતે મકાનો ખાલી કરવાના આદેશથી ગ્રામજનોમાં રોષ ભભૂક્યો
લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં થઈ રહ્યા છે તેવો આક્ષેપ મૂક્યો હતોઃકોરીડોર બનાવવા માટે લોકોના મકાનો ખાલી કરવાની નોટિસ આપતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો

સોમનાથ,તા.૬
સોમનાથ કોરીડોરને લઇ લોકોમાં રોષ ભભૂક્યો હતો. તંત્ર તથા પોલીસ ધમકાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો. કોરીડોર બનાવવાના નામે લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં થઈ રહ્યા છે તેવો આક્ષેપ મૂક્યો હતો. કોરીડોર બનાવવા માટે લોકોના મકાનો ખાલી કરવાની નોટિસ આપતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાબત અંગે સમસ્ત ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.સોમનાથ કોરીડોર મામલે લોકોના ઘરોને ખાલી કરમાં આવતાં રોષ ભભૂક્યો હતો. સમસ્ત ગામવાસીઓએ રોષભેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કોરીડોર બનાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા ફોર્મ ભરી વિગતો આપવા ધમકાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતો. કોરીડોર બનાવીને સોમનાથની આસ્થા સાથે સરકાર ખીલવાડ કરી રહી હોવાનો આવેદનપમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાંચ પાંચ પેઢીઓથી લોકો જે મકાનમાં રહે છે તે મકાનોને ખાલી કરી દેવાની વાત કરી રહ્યા છે. જે અંગ કોઈપણ જાતની નોટીસો આપ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી લોકોમાં રોષે ભરાયા હતા.
આ કારીડોર બાબતે લોકોએ રોષભેર પોકારી ઉઠાવી સુત્રોચ્ચાર લગાવ્યા હતા કે, અમારે કોરીડોર નથી જોઈતો, જીવ આપી દઇશું પરંતુ કોરીડોર માટે જમીન નહીં આપીએ, તેવો લોકોએ હુંકાર ભર્યો હતો. સૂત્રોચ્ચાર કરી લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે લોકોની વાત તંત્ર દ્વારા સાંભળવામાં આવે છે કે પછી પોતાના હક માટે હજુ લડવું પડશે!
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
