<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ધોરાજીમાં આરોપીએ લોકઅપ સળગાવવાનો પ્રયાસ કર્યો

ધોરાજી તા. ૭ :..  ધોરાજીના પંકજ ઉર્ફે લાલુ સુરેશ ભાઈ ચૌધરી રહેવાસી બહાર પૂરા ધોરાજીવાળાએ અગાઉ ધોરાજી પોલીસ મથકે કોઈ અરજી આપેલ હોય જે અરજી અન્‍વયે ધોરાજી પોલીસ સ્‍ટેશનને જઈ પીધેલી હાલતમાં કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરવા લાગેલ જ્‍યાં ડી . સ્‍ટાફ દ્વારા આરોપીની સ્‍થિતિ જોતા તેથી પદાર્થ પીધેલો હોવાનું માલુમ પડતા તેની સામે પ્રોહીબીશન એક્‍ટ મુજબ ગુનો દાખલ કરી પોલીસ કસ્‍ટડીમાં લોક અપ રૂમમાં પૂરી દીધેલ.

 લોક અપ માં રહેલા આરોપીએ લોકઅપ રૂમમાં રહેલો ગોદડું સળગાવી લોકઅપ રૂમને ડેમેજ કરવા તેમજ આત્‍મહત્‍યા જેવો પોલીસ સ્‍ટેશન હાજર પોલીસ અધિકારી કે એચ ગરચર સહિત અધિકારીઓ દોડી આવી લોકઅપ રૂમમાં આગ બુજાવી હતી અને હાજર પરના પીએસઓએ આરોપી વિરુદ્ધ બી એન એસ ૩૨૪ / ૩, ૨૨૭, પબ્‍લિક પ્રોપર્ટી ડેમેજ એક્‍ટ  ૩- ૨- ઈ - ૪ મુજબની કલમો નોંધી ગુનો દાખલ કરેલો હતો જે આરોપીને  કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ જ્‍યાં કોર્ટે આરોપીને જ્‍યુડિશનલ કસ્‍ટડીનો હુકમ કર્યો હતો.

(10:52 AM IST)