News of Thursday, 7th August 2025
પેરોલ પર છુટી ફરાર થયેલા મનસુખને અમદાવાદની હોટેલમાંથી પકડી લેવાયો
મુળ વેરાવળનો શખ્સ જામનગરના ઠગાઇના ગુનામાં જેલમાં હતો : પેરોલ ફરલોના પીઆઇ ઝણકાટ, પીએસઆઇ તેરૈયા સહિતની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૭: મુળ વેરાવળ ગીર સોમનાથતના સમોડા ગામનો અને હાલ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પાસે આવકાર હોટલમાં રહેતાં મનસુખ રામાભાઇ ઝણકાટ (ઉ.વ.૩૩)ને તે રાજકોટ જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ ભાગતો ફરતો હોઇ તેને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે અમદાવાદથી શોધી કાઢયો છે.
આ શખ્સ વિરૂધ્ધ જામનગર સી-ડિવીઝનમાં ૨૦૧૪માં ઠગાઇનો ગુનો નોંધાયો હોઇ તે ગુનામાં તે રાજકોટ જેલમાં હતો. અહિથી પેરોલ રજા મળ્યા બાદ રજા પુરી થયા પછી પણ હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો. હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે તપાસ થતાં મનસુખ અમદાવાદ હોટેલમાં હોવાની માહિતી મળતાં પકડી લઇ જેલમાં રજૂ કર્યો હતો. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએઅસાઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરખાન ખફીફ, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શામતભાઇ ગઢવી, રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોીહતભાઇ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. (૧૪.૫)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
