News of Thursday, 7th August 2025
સાવરકુંડલાના વીજપડીમાં બે બાળકોનું અપહરણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ :.. વીજપડી ગામે તા.૪-૮-૨૫ ના દરમ્યાન મજીદભાઈ યુનુસભાઈ શમાના બે સગીર વયના બાળકો ઘરની બહાર શેરીમાં રમતા હોય.તેમને કોઈ અજાણ્યો શખ્સ લાલચ આપી બંને સગીર વયના બાળકો હોવાનું જાણવા છતા અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ખાંભાના ભાડ ગામની સીમમાં બે જુથ વચ્ચે મારામારી
ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં સોનલબેન ભાવેશભાઈ ખીમાણીયા ઉ.વ.૩૦ રહે. મીતીયાળાવાળાએ ભાગીયું રાખેલ વાડી ખેતરના શેઢે આવેલ આરોપીની વાડી ખેતરના શેઢે ઝટકા મશીનથી સોનલબેન અને તેના દિકરાને શોર્ટ લાગતા દિવસના ઝટકા મશીન બંધ રાખવા હિંમત અકબરીને સમજાવતા સારૂ નહી લાગતા ગાળો બોલી હિંમત તથા તેના દિકરા વિજયે મુંઢમાર મારી વિજયે લાફા મારી હિંમતે પગના ભાગે લાકડી મારી ઈજા કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની જયારે સામાપક્ષે વિજયભાઈ હિંમતભાઈ અકબરી ઉ.વ.૩૮ ના મોટાબાપાના ભાગીયા ભાવેશ છનાભાઈ ખીમાણીયા તથા સોનલબેન ભાવેશભાઈ ખીમાણીયા રહે. મીતીયાળાવાળાએ વિજયભાઈને તેના ખેતરના શેઢે મુકેલ ઝટકા મશીન કાઢી લેવાનું કહેતા વિજયભાઈ ખેતીકામ હોય.જેથી નવરા થયે કાઢી લઈશું તેમ કહેતા ભાવેશે વિજયભાઈ તથા તેના પિતા હિંમતભાઈ અકબરીને ગાળો બોલી વિજયભાઈને જમણા હાથના અંગુઠા ઉપર લાકડીનો એક ઘા મારી ઈજા કરી સોનલબેને ગાળો બોલી ગુનો કર્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. (પ-૧ર)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
