News of Thursday, 7th August 2025
ભાવનગર પંથકમાં સિંહની પજવણી કરનાર આરોપી જેલહવાલે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૭: શેત્રુંજી વન્યજીવ વિભાગનાં કાર્યક્ષેત્રની વન્યજીવ રેંજ તળાજા ના કાર્ય વિસ્તાર માં તાજેતરમાં બાંભોર - તલ્લી ગામની સીમમાં સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થતા ડો.રામરતન નાલા વન સંરક્ષકશ્રી વન્યજીવ અપરાધમાં સંડોવાયેલ ઈસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સુચના મળી હતી નાયબ વન સંરક્ષકશ્રી ડી.કે.સાધુ સાહેબના માર્ગદર્શન હેઠળ અને મ.વ.સં. .બી.જે.ઝાલા માર્ગદર્શન હેઠળ પ.વ.અ..આર.આઈ.જંજવાડીયા તથા વન વિભાગ નાં સ્ટાફે હયુમન ઈન્ટેલીજન્સની મદદથી બનાવવાળી જગ્યાને ટ્રેસ કરી અને આરોપી ગૌતમભાઈ ઘેલાભાઈ શિયાળને તલ્લી ગામથી ધરપકડ કરી વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ની કલમ ૨ (૧), ૨(૧૪), ૨(૧૬),૨ (૩૬), ૯,૩૯,૫૦,૫૧,અને ૫૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તળાજાની નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીની જામીન અરજી રદ થયેલ છે અને આરોપીને જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવા જેલ વોરંટ ભરેલ છે આ કામગીરીમાં વન્યજીવ રેંજ તળાજાના બી.ડી.ભટ્ટ-વનપાલ શ્રી.એસ.આર.લાઠીયા- વનપાલ, આઈ.વી.ગોહિલ વનપાલ, કું.એસ.વી. પંડયા વનરક્ષક તથા શ્રી.કે.બી.ચૌહાણ વનરક્ષક વગેરે સ્ટાફ જોડાયેલ હતા.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
