News of Thursday, 7th August 2025
ઉછીના લીધેલા ૧ લાખની ઉઘરાણી કરી ગરેજ ગામના યુવાનનું અપહરણ
બગસરા લઈ જઈ ૯૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા, ૫ શખ્સ સામે માણાવદર પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૭: પોરબંદર જિલ્લાના ગરેજ ગામના ખીમાભાઇ કાનાભાઇ રાઠોડ ઉ.વ. ૩૯ ગામના યુવાને ત્રણ વર્ષ પહેલા હન્ટરપુર ગામના વિનોદ મોઢા પાસેથી રૂપિયા દસ લાખ હાથ ઊંછીના લીધા હતા.
માણાવદર તાલુકાના નાનડિયા ગામે યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરી ધમકી આપી સફેદ કલરની કારમાં સુભાષ મેર રહે. મીતી, ભીમાભાઇ સોનાના દાંત વાળા, વિનોદ મોઢા રહે. હંટરપુર, પ્રતાપ ટીંબા રહે. બગસરા અને ભાવેશ નામનો કારનો ડ્રાઇવર ૫ ઓગસ્ટના રોજ ખીમાભાઈનું અપહરણ કરી ગયા હતા.
બાદમાં બગસરા ખાતે લઈ જઈ રૂપિયા ૯૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને રૂપિયા ૧૫૦૦૦ બાટવામાં અમિત પાન નામની દુકાને મુકાવી રૂપિયા ૩૦,૦૦૦ની માગણી કરી હતી.
આ બનાવ અંગે યુવાને ફરિયાદ કરતા માણાવદરના પીઆઇ ડી. આર. પારગીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
