News of Thursday, 7th August 2025
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી : બોલાચાલી બાદ એકબીજા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા
એક બીજા જૂથ આડેધડ લાકડીઓના ઘા વીંઝ્યા :એક મહિલાને માથામાં લાકડી વાગતા ગંભીર ઈજા પહોંચી

ભાવનગર કુંભારવાડામાં જાહેર માર્ગ પરથી જે દૃશ્યો સામે આવ્યા છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવનારા છે. મોતી તળાવ વિસ્તારમં રિક્ષા સ્ટેન્ડ બાબતે બે જૂથ આમને-સામને આવી ગયા. પહેલા તેમની વચ્ચે બોલાચાલી થઈ અને જોતજોતામાં બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. બંને જૂથો એકબીજા પર લાકડી વડે તૂટી પડ્યા હતા. એક મહિલા સહિત 7થી8 લોકો ધોકા સાથે છુટા હાથન મારામારી કરી રહ્યા હતા. જાહેર માર્ગ થઈ રહેલી આ લોહિયાળ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ભાવનગરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે. મારામારીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો લાકડીઓ લઈને એકબીજાને આડેધડ મારી મારી રહ્યા છે. જેમા એક મહિલાને માથાના ભાગે લાકડીનો મોટો ઘા વાગી જતા ગંભીર ઈજા પહોંચી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
