News of Friday, 8th August 2025
મોરબીમાં ૨૫ વર્ષના નિખીલ ભાલીયાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૮: મોરબીમાં રહેતાં ૨૫ વર્ષના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મોરબીમાં સનાળા રોડ પર આવેલી ઉમીયા સોસાયટીમાં રહેતાં નિખીલભાઇ મથુરભાઇ ભાલીયા (ઉ.વ.૨૫) નામના યુવાને ગત પાચમી તારીખે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં મોરબીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. અરૂણભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરતાં આપઘાતનું કારણ જાણવા મોરબી પોલીસ વધુ તપાસ કરી રહી છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
