News of Friday, 8th August 2025
જન્માષ્ટમી તહેવારોઃ દેવ ભૂમિ દ્વારકા-બેટ, સોમનાથ,ગીર તરફ ભાવિકોના ઘોડાપુર
દ્વારકા, શિવરાજપુર,ગીરસોમનાથ વિગેરેમાં હોટલ ઉદ્યોગમાં તેજીઃ બુકિગ પુરજોશમાં: રૂમ મળવામાં પગે પાણી ન ઉતરે તો નવાઈઃ નામાંકિત હોટલો હાઉસફુલ

(આલાપ ભરતભાઈ બરાઈ) ઓખાઃ વિશ્વના કેટલીક આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળો જેમ કે અઝરબૈજાન (બાકુ), કમ્બોડિયા અને થાઈલેન્ડમાં યુદ્ધ કે અનિヘતિ પરિસ્થિતિઓના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. ત્યારે તેનો સીધો લાભ ભારતના પવિત્ર તીર્થધામો અને પ્રાકૃતિક સ્થળોને મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના દ્વારકા, શિવરાજપુર, ગિર-સોમનાથ અને દિવ જેવા સ્થળોએ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રવાસી પ્રવાહમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.
ઓગસ્ટ મહિનો જેમાં શ્રાવણ માસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પાવન તહેવારો છે હોટેલ ઉદ્યોગ માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહ્યો છે. હોટેલ ઓક્યુપન્સી લગભગ પૂરી છે અને ખાસ કરીને રજાઓના દિવસોમાં એડવાન્સ બુકિગથી હોટેલિયર્સ ખૂબ જ સંતોષિત છે.
દ્વારકા-બેટ, સોમનાથ, ગિર અને દિવ વિસ્તારોમાં અનેક હોટેલો ‘‘સોલ્ડ આઉટ'' થઈ ગઈ છે. તહેવારોના કારણે રૂમ ભાડામાં પણ સરેરાશ ૨૦ ટકા સુધીનો વધારો નોંધાઈ રહ્યો છે. ૧-સ્ટારથી લઈને ૫-સ્ટાર સુધીની તમામ શ્રેણીની હોટેલો માટે આ સીઝન ‘‘સૂપરહિટ'' સાબિત થઈ રહી છે.
પ્રખ્યાત સ્થળો અને પ્રવાસી આકર્ષણોઃ
સોમનાથ પવિત્ર જ્યોતિર્લિગ,ભાલકા તીર્થ,ત્રિવેણી સંગમ, ગિર સિહદર્શન અને જંગલ સફારી, દિવ દરિયાકિનારા અને હેરિટેજ ટૂરિઝમ, દ્વારકા શ્રીકૃષ્ણનું જગત મંદિર, રુક્મિણી મંદિર, ઓખા મંડળ બેટ દ્વારકા અને આસપાસનાં આકર્ષણો, સુદર્શન સેતુ બ્રિજ શ્રીદ્વારકાધીશ મંદિરે જોડતો ભવ્ય દરિયાઈ પુલ, દ્વારકાધીશ બેટ મંદિર શ્રી કૃષ્ણનો પૌરાણિક નિવાસસ્થાન, હનુમાન દાંડી (બેટ) શ્રી હનુમાનજીનું મહત્વપૂર્ણ તીથ ર્સ્થળ, ચૌરાસી ધૂની પવિત્ર સાધનાના કેન્દ્રો(બેટ), સોનાની દ્વારકા પૌરાણિક વૈભવ ધરાવતું દ્વારકાધામ(બેટ)
આ તમામ સ્થળોએ ‘‘ફેમિલી ટૂરિઝમ'' માટે વિશેષ આકર્ષણ સર્જાયું છે, જ્યાં લોકો વારંવાર મુલાકાત લેવાનું પસંદ કરે છે. રાજ્યના પ્રવાસન અને હોટેલ ઉદ્યોગ માટે આ એક નવા ઉછાળાની શરૂઆત ગણાવી શકાય.
નરેન્દ્રભાઈની દીર્ધદ્રષ્ટિનું ફળઃ શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હેઠળ ગુજરાતમાં ટૂરિઝમ તથા પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેના પરિણામરૂપે આજે ગુજરાતમાં ટૂરિઝમ ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે અને રાજ્યનું પવિત્ર યાત્રાધામ ટૂરિઝમ સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે.
વિશેષ કરીને સમગ્ર દેશમાં લોકો આજે ‘‘ડિવાઇન ટૂરિઝમ'' તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને ભગવાન તથા દેવી-દેવતાઓના પવિત્ર યાત્રાધામો પર જવાનું પસંદ કરી રહ્યા છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
