<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મેં પ્રેમ લગ્ન કર્યા છેઃ કચ્‍છના લવ જેહાદના વિવાદાસ્‍પદ ચકચારી બનાવમાં હિન્‍દુ યુવતીનો ખુલાસો

હું હિન્‍દુ જ છું મે કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથીઃ એક મહિનાથી માતા પિતાની અપહરણની ફરિયાદ, પરંતુ હિન્‍દુ સમાજની મહા રેલી અને લવ જેહાદના આક્ષેપ બાદ પોલીસે ૨૪ કલાકમાં યુવતીનું નિવેદન લીધું

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮:  છેલ્લા એક મહિનાથી કચ્‍છમાં લવ જેહાદના વિવાદ સાથે ચર્ચા જગાવનાર બનાવમાં બે દિવસ પહેલા ભુજમાં હિન્‍દુ સમાજે યોજેલી વિશાળ રેલી બાદ પોલીસે પત્રકાર પરિષદ યોજી આ બનાવ અંગે ખુલાસો કર્યો હતો. પヘમિ કચ્‍છના ડીવાયએસપી એમ.જે. ક્રિヘયને પત્રકાર પરિષદ યોજી હતી. એક મહિનાથી ગુમ યુવતી અંગે રેલીમાં અને પરિવાર દ્વારા પોલીસ સામે આક્ષેપો કરાયા બાદ પોલીસે યુવતીને સાથે રાખી આ લગ્ન અંગે ખુલાસો કર્યો હતો. યુવતીએ પોલીસ નિવેદનમાં જણાવ્‍યું હતું કે, મારા લગ્ન એ પ્રેમ લગ્ન છે. અમે વર્ષોથી એકમેકના પ્રેમમાં હતા અને મુંબઈ ખાતે કાયદેસર લગ્ન કર્યા છે. આ અંગે અમે હાઇકોર્ટ સમક્ષ પણ ગયા છીએ અને તેના પગલે હાઇકોર્ટે અમારા તમામ દસ્‍તાવેજ ચકાસીને પોલીસને અમારી સુરક્ષા કરવા કહ્યું છે. પોતે છેલ્લા ૨૪ કલાકથી ભુજમાં છે. તમામને મળવા તૈયાર હતી, પરંતુ હવે પોતે પોતાના પતિ સાથે કચ્‍છ છોડીને જિલ્લા બહાર શાંતિથી રહેવા માંગે છે.

ડીવાયએસપી ક્રિヘયિને જણાવ્‍યું હતું કે, અબડાસાના કોઠારા પોલીસ મથકે એક યુવતીની ગુમ નોંધ દાખલ કરાવાઈ હતી. યુવતીને યુવક ભગાડી ગયો હોવાની વાત હતી. આ કેસની તપાસ કરતા પીઆઇ જાડેજાએ તપાસ કરતા યુવક અને યુવતીનો પત્તો મેળવ્‍યો અને જાણવા મળ્‍યું કે, આ બન્ને જણ વર્ષ ર૦૧૮ થી પ્રેમ સંબંધમાં હતા અને યુવતી વયસ્‍ક હોવાથી તેણે પ્રેમી યુવક સાથે મુંબઇ ખાતે લગ્ન રજીસ્‍ટ્રેશન કરાવી લીધા હતા, તેમજ બન્નેએ ગુજરાત હાઈકોર્ટે સમક્ષ આ તેમના અંગેની જાણ પણ કરી છે. છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્‍ટેટમેન્‍ટ પણ આપ્‍યું છે કે, તે એની મરજીથી ગઈ છે. વધુમાં બન્ને એ પોતાને સુરક્ષા મળવા માંગણી કરી હતી જે નામદાર હાઇકોર્ટે માન્‍ય રાખી છે. તેથી પોલીસ વિભાગ બન્નેને રક્ષણ પૂરું પાડશે. આમ અપહરણની વાત હતી તે ખોટી સાબિત થાય છે. લવજેહાદ મામલે પણ યુવતીએ કહ્યું કે, હું હિન્‍દુ જ છું મે કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી.(૬.૪)

(10:45 AM IST)