News of Friday, 8th August 2025
કચ્છના મુન્દ્રાના ખેંગાર સાગર ડેમમાં ડૂબી જતા ૧૭ વર્ષના તરુણનું મોત
૭ મિત્રો ફરવા ગયા હતાઃ ઊંડા પાણીમાં ડૂબવા લાગતા પ્રીત પવાર અને મિત્ર રાજભા બચાવવાં ગયા પણ ઓમ અસવાલ બચી શકયો નહી : મળતક ઓમ મુન્દ્રાની જૂની ટેલિફોન કચેરી સામે ખારવા ફળિયામાં રહેતો તેના પિતા જિંદાલ સોં લી કંપનીમાં ફરજ બજાવે છે : પિતા સંજય અસવાલ તેમના વતન ઉત્તરાખંડ ગયા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮: કચ્છના મુન્દ્રા તાલુકા ના પત્રી ગામ નજીક આવેલ ખેંગાર સાગર ડેમ માં કાલે સવારે કુલ સાત મિત્રો ફરવા ગયા હતા. લગભગ સાડા દસની આસપાસ ત્યાં પહોંચ્યા હતા અને બાદમાં ઓમ સંજય અસવાલ (ઉંમર ૧૭) ડેમમાં થોડે દૂર નીકળી જતા ડૂબી જવાથી મળત્યુ પામ્યો હતો. હતભાગી ઓમ અસવાલ સાથે આગાખાન સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રીત પવારએ જણાવ્યું હતું કે અમે સાત મિત્રો સવારે પત્રીના ખેંગાર સાગર ડેમમાં ફરવા ગયા હતા ત્યારે અમે ૬ મિત્રો કિનારા પર હતા પણ ઓમ અસવાલ થોડો આગળ નીકળી જતા ઊંડા પાણીમાં ડૂબવા લાગતા પ્રીત પવાર અને મિત્ર રાજભા બચાવવાં ગયા પણ ઓમ બચી શકયો ન હતો.
બાદમાં ઓમ અસવાલનો મળતદેહ મુન્દ્રા જનરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. હતભાગી ઓમ ડેમમાં ડૂબ્યા બાદ પત્રી ગામની તરવૈયાઓની ટીમ આવી હતી અને પોણો કલાક બાદ ઓમનો મળતદેહ પાણી માંથી મળ્યો હતો.
હતભાગી ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તેના પિતા સંજય અસવાલ તેમના વતન ઉત્તરાખંડ ગયા છે. દરમ્યાન પ્રાગપર પોલીસ મથક ના જમાદાર શિવમ જોશી એ જણાવ્યું હતું કે બાકીના છ મિત્રો જે ડેમ પર ગયા હતા તે બચી ગયા છે અને બધા ની તબિયત સારી છે. બચી ગયેલા મિત્રો માં પ્રીત પવાર, રાજસિંહ રાજપૂત, તનમય ઝા ઉંમર, જીતેન્દ્ર ઓઝા, કશ્યપ પટેલ ઉંમર, શ્રેયાંશ સોની છે આ તમામ મિત્રો બચી ગયા છે અને તબિયત બરાબર છે. મળતક ઓમ મુન્દ્રાની જૂની ટેલિફોન કચેરી સામે ખારવા ફળિયામાં રહેતો હતો અને તેના પિતા જિંદાલ સોં લી કંપની માં ફરજ બજાવે છે. આગળની તપાસ પ્રાગપર પોલીસ કરી રહી છે. (તસ્વીરઃ રાજ સંઘવી, મુન્દ્રા)(૨.૯)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
