<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વિસાવદરના કાંસિયા નેસ જંગલમાં ઝાડ સાથે લટકતો માનવ મળતદેહ મળ્‍યો

મળત્‍યુ પાછળનું કારણ મેળવવા લાશ ફોરેન્‍સિક પીએમ માટે મોકલાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. વિસાવદર નજીકના કાંસિયા નેસ જંગલમાં ઝાડ સાથે લટકતો માનવ મળતદેહ મળી આવતા પોલીસે લાશને ફોરેન્‍સિક પીએમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.

વિસાવદર વન વિભાગનો સ્‍ટાફ કાંસિયા નેસ જંગલ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્‍યારે એક ઝાડ પર અજાણ્‍યો પુરુષ લટકતો જોવા મળતા પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે દોડી જઈને મળતદેહને ઝાડ પરથી નીચે ઉતારી લાશને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મળતકની ઉંમર ૪૦ વર્ષ આસપાસની હોવાનું અને બે કે ત્રણ દિવસ પહેલા મળત્‍યુ થયાનું જણાયું હતું. પરંતુ મળતકની ઓળખ નહીં થતા પોલીસે અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી હતી.

આ ઘટના અંગે પોલીસે વન વિભાગના કર્મચારી વંદનાબેન પરસોત્તમભાઇ વાળવાણીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.

હાથમાં ‘જય માતાજી, રાજેશ' લખેલ છે

કાસિયા નેસ જંગલમાંથી એક અજાણ્‍યા પુરુષની મળી આવેલ ડેડ બોડીના બંને હાથમાં 'જય માતાજી તથા રાજેશ' લખેલ છે. તેમજ લાશ પાસેથી કાળા કલરની બેગ મળી આવેલ છે. ડેડ બોડીને જૂનાગઢ ખાતે કોલ્‍ડ રૂમમાં રાખવામાં આવેલ છે. કોઇ પોલીસ સ્‍ટેશનમાં ગુમ દાખલ થયેલ હોય તો વિસાવદર પોલીસ સ્‍ટેશનને મો.નં. ૬૩૫૯૬ ૨૬૭૯૭ પર જાણ કરવા પીઆઇ એમ. વી. રાઠોડે અપીલ કરી હતી.

(11:52 AM IST)