News of Friday, 8th August 2025
ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભામાં ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીઃ સન્માન
વન ટાઇમ સેટલમેન્ટ યોજના થકી ખેતી બેંક સાથે સંકળાયેલા ૯૩૯૩ ખેડૂતોને રૂા. ૧૦ર.૭૦ કરોડની જંગી વ્યાજ માફીઃ ડોલરભાઇ કોટેચા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮: ખેતી બેંક, અમદાવાદ દ્વારા ટાઉનહોલ, સેકટર-૧૭, ઘ-૪, ઉદ્યોગભવન સામે, ગાંધીનગર ખાતે સવારે ૧૦:૦૦ કલાકે માન. મુખ્યમંત્રીશ્રીના ઋણ સ્વિકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઈફકો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સહકારીતા સેલના કન્વિનર બિપિનભાઈ પટેલ, ગુજરાત હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો. દેવરાજભાઈ ચિખલીયા, ગાંધીનગર શહેર પ્રમુખશ્રી આશિષભાઈ દવે, ગાંધીનગરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ તથા સહકારી ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા.
બેંક્રા ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જણાવેલ કે ગુજરાતના મળદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેતી બેંકની મંજુર કરવામાં આવેલ વનટાઈમ સેટલ્મેન્ટ યોજના થકી ખેતી બેંક સાથે સંકળાયેલા ૯૩૯૩ ખેડૂતોને રૂ.૧૦૨.૭૦ કરોડની જંગી વ્યાજ માફી આપતા ગુજરાતના હજારો ખેડૂતો વતી મુખ્યમંત્રીના ઋણ સ્વિકારનો વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આજના આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના નાના અને સિમાંત ખેડૂતની દિકરી, ખેતી બેંક્રા બ્રાન્ડ એમ્બેસેડર એથ્લિટ્સ કુ. નિરમાબેન ઠાકોરને મોસ્કો મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવા જતા માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એર ટિકીટ એનાયત કરેલ.
વર્ષ દરમ્યાન અવસાન પામેલ સભાસદના વારસદારને રૂ. ૫ લાખનો સભાસદ અકસ્માત વિમા સહાયના ચેક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૧ વર્ષ પૂર્ણ થતાં બેંક્રી ખેતી બેંક સાથે સંકળાયેલા ખેડૂતોનો ૧૧ લાખ રૂપિયાનો અકસ્માત વિમો લેવાની બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જાહેરાત કરેલ છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
