<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ધ્રાંગધ્રામાં એકલા રહેતા અતુલ સોમપુરાનો ઘરમાંથી મૃતદેહ મળ્‍યો

કોહવાયેલ મૃતદેહ મળતા મોતના કારણ અંગે તપાસ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૮: ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલી શિવશક્‍તિ સોસાયટીમાં એક આધેડની કોહવાઈ ગયેલી લાશ મળી આવી છે. મળતક અતુલભાઈ ગીરજાશંકર સોમપુરા તરીકે ઓળખાયા છે, જેઓ આ મકાનમાં એકલા રહેતા હતા.

મકાનમાંથી આવતી તીવ્ર દુર્ગંધથી પરેશાન થયેલા આસપાસના રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. સૂચના મળતાં જ ધ્રાંગધ્રા સીટી પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે મકાનમાં પ્રવેશ કરતાં અતુલભાઈનો મળતદેહ અત્‍યંત કોહવાયેલી સ્‍થિતિમાં મળ્‍યો હતો.

પોલીસે તાત્‍કાલિક મળતકના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો ધ્રાંગધ્રા પહોંચ્‍યા બાદ પોલીસે લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળત્‍યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ધ્રાંગધ્રા સીટી પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. પોલીસ મળત્‍યુના સંભવિત કારણો અને સમયગાળાની માહિતી એકત્રિત કરી રહી છે.(

(1:28 PM IST)