<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

રાણાવાવમાં વંદેભારત ટ્રેનોની જાળવણી માટે અદ્યતન ડેપો બનાવાશે

પોરબંદર અને આસપાસના વિસ્‍તારોમાં ઉદ્યોગ અને રોજગારીને વેગ મળશે : મનસુખભાઇ માંડવીયાની સફળ રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮ : પોરબંદર વિસ્‍તારના સાંસદ મનસુખભાઇ માંડવીયાના સફળ પ્રયત્‍નોથી રાણાવાવમાં વંદેભારત ટ્રેનોની જાળવણી માટેનો અદ્યતન ડેપો બનાવવાનું મંજુર થયું છે. રાણાવાવમાં વંદેભારતની જાળવણી અને મરામત માટે ડેપો બનવાથી પોરબંદર અને આસપાસના વિસ્‍તારોમાં ઉદ્યોગ અને રોજગારીમાં ગતી આવશે.

પોરબંદર લોકસભા મતવિસ્‍તારના સાંસદ અને કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, ડો. મનસુખ માંડવિયાના પ્રયાસોથી પોરબંદર-રાણાવાવ વિસ્‍તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને વધુ એક મોટી સફળતા મળી છે. રેલવે મંત્રાલય દ્વારા રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે રૂા.૧૩૫.૫૮ કરોડના ખર્ચે અત્‍યાધુનિક ઇન્‍ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પોરબંદર અને આસપાસના વિસ્‍તારોમાં ઉદ્યોગ અને રોજગાર નિર્માણને વેગ મળશે.

આ પ્રોજેક્‍ટ હેઠળ, રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનોની જાળવણી અને સારસંભાળ માટે જરૂરી તમામ આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ડિપો વંદે ભારત ટ્રેનોની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.

આ વ્‍યૂહાત્‍મક પહેલ એ વંદે ભારત સહિત અન્‍ય ટ્રેનો માટેની જાળવણી સુવિધાઓના વિકાસની વિશાળ રાષ્‍ટ્રીય યોજનાનો એક ભાગ છે. રાણાવાવમાં આ નવા ઇન્‍ટિગ્રેટેડ કોચિંગ ડિપોની સ્‍થાપના થકી વંદે ભારત અનેતેની સમકક્ષ વિવિધ પ્રકારની ટ્રેનો માટે એકીકળત અને આધુનિક જાળવણી સુવિધા ઉપલબ્‍ધ બનશે, જે રેલવે સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે. 

(11:45 AM IST)