<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

દ્વારકા રૂક્ષ્મણી મંદિર અને પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગનો શખ્‍સ ઝડપાયો

દેવભુમી દ્વારકા એલસીબી ટીમે ખીમા મળીયા ડોડીયાને ઝડપી લઇને પૂછપરછ હાથધરી

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૮: રાજકોટ વિભાગના મહે.પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેયનાઓએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરોપીને ઝડપી લીધો છે.

૨૬ વર્ષ પહેલા (વર્ષ ૧૯૯૯માં) દ્વારકા રૂક્ષ્મણી મંદિર ખાતે રાત્રીના સમયે અમુક ઇસમોએ લોખંડના પાઇપ, લાકડા ધોકા જેવા હથીયાર ધારણ કરી મંદિર પર પથ્‍થરમારો કરી, મંદિરમાં ધાડ પાડી મંદીરમાં સુતેલા સાધુશ્રીઓને આડેધડ બેફામ રીતે માર મારી મંદિરમાંથી ચાંદીના મુગટ, છત્તર, આભુષણો તથા સોનાના ચેઇન, ભોગ માટેના ચાંદીના વાસણો, દાનપેટી માંથી રોકડા વિગેરે મળી કુલ કિ.રૂ. ૬૩૮૫૦/- ના મુદામાલની લુંટ કરી ગુનાને અંજામ આપનાર અને પોલીસ પકડના સકંજામાં નહીં આવવા માટે પોતાના વતન સિવાય અલગ અલગ જગ્‍યાએ વસવાટ કરી સંપર્ક વિહોણો થઇ જઇ પોલીસને થાપ આપી છેલ્લા ૨૬ વર્ષથી નાસ્‍તા ફરતા આરોપી ખીમા સ/ઓ મળીયા ડોડીયા, આદિવાસી ભીલ ઉ.વ.૫૫, રહે. લાલુ ફળીયુ, કાંકરાદર ગામ તા.રણાપુર જી.જાંબુઆ, રાજ્‍ય મધ્‍યપ્રદેશ વાળાને પીએસઆઇ બી.એમ. દેવમુરારી નાઓએ દ્વારકા બસ સ્‍ટેશન પાસે રોડ પરથી પકડી પાડી આગળની તપાસ અર્થે દ્વારકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે. મજકુર ઇસમ કુખ્‍યાત ચડ્ડી બનીયાનધારી ગેંગનો સભ્‍યો હોય અને તેના સાગરીતો સાથે મળી વર્ષ ૧૯૯૯ માં જામનગર લાલપુર બાયપાસ પાસે પેટ્રોલપંપ પર પથ્‍થર મારો કરી પેટ્રોલપંપમાંથી પણ રોકડા રૂપીયાની લુંટ કરેલ હતી જે જામનગર સીટી એ ડીવી પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.ન. ૬૬/૧૯૯૯ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૪ મુજબના ગુનામાં પણ સદર ઇસમ છેલ્લા ૨૬ વર્ષથી નાસતો ફરતો રહેલ છે.

 આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઇ. કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, વી.એન. સીંગરખીયા,  એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલિયા તથા એએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, એચસી લાખાભાઇ પિંડારીયા તથા ડ્રા.એએસઆઇ ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:50 AM IST)