<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

પોરબંદરનો આવતીકાલે રક્ષાબંધને ૧૦૩૬મો સ્‍થાપના દિન

વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણી પુનમ રક્ષાબંધને સવારે ૯.૧પ મીનીટે સ્‍થાપના મુહુર્તનું બંદર કાંઠે તોરણ બંધાયું હતું : રાજ બારોટ, બાબુભાઇના ચોપડા મુજબ પોરબંદરની સ્‍થાપનાના સમય આધારે જન્‍મકુંડળી તૈયાર કરવામાં આવી હતી

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮ : આવતીકાલે રક્ષાબંધને પોરબંદરનો ૧૦૩૬ મો સ્‍થાપના દિન છે. વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણ પુનમે સવારે ૯.૧પ મીનીટે સ્‍થાપનાના મુહુર્ત કરવામાં આવ્‍યું હતુ. બારોટ બાબુભાઇના ચોપડામાં દર્શાવ્‍યા મુજબ પોરબંદરની સ્‍થાપના સમય આધારે જન્‍મકુંડળી તૈયાર કરવામાં આવી હતી.

પવિત્ર શ્રાવણ માસ પોરબંદર માટે સુવર્ણ ઐતિહાસિક માસ . એક પ્રથમ રક્ષાબંધન ઉપરાંત પોરબંદરના રાજય દ્વારા  રક્ષાબંધનના તહેવાર સાથે અરબી સમુદ્ર સાથે અસ્‍માવતી (ખાડી) નદીનું સંગમ સ્‍થાન આ દિને વર્ષા ઋતુમાં લોકમાતા (નદી) નીર વહેતા વહેતા પોરબંદરની ખાડી યાને અસ્‍માવતી નદીમાં આવતા તેમજ સાગર ખેડુના હિસાબે ચોમાસા ઋતુ પુર્ણ થવા આરે અને નવી ફસલ યાને મૌસની શરૂઆત વર્ષાઋતુ પૂર્ણતા આરે અને નવી મૌસમ-ફસલની શરૂઆત શ્રાવણ વદ ૭ થી પ્રારંભ અને શ્રાવણ વદ ૮ આઠમ શ્રી કૃષ્‍ણ જન્‍મદિન-રાત્રી જન્‍મદિન ઉજવણી. મધ્‍યરાત્રીના ૧ર વાગે શ્રી કૃષ્‍ણ જન્‍મ પુષ્‍ટીમાર્ગીય હવેલી અને રામંદીરો, અન્‍ય મંદીરોમાં માંગલીક વાદ્યો-શંખનાદ સાથે જન્‍મ થતા જન્‍મના દર્શન કરી સાગર ખેડુ દરીયો ખેડવા, શુભ ચોઘડીયુ મુહુર્ત જોઇ વહાણ માલીકો પોતાની નવી ફસલ મૌસમની શરૂઆત કરે અને માલભરી દેશ-વિદેશ જવા વહાણ હંકારી જાય.

પોરબંદરનો સબંધ મોટે ભાગે વિદેશ આફ્રિકા સાથે વ્‍યાપારથી જોડાયેલ રહેતો અને છે પરંતુ હવે વહાણો રહયા નથી. લાંબા સમયથી પોરબંદરનો દરીયાઇ વ્‍યાપારી વહેવાર વહાણ મશીનવાળા બનતા આરબ અમીરાત, અબુધાબી, ઇજીપ્ત, ઇરાન, બસરા સાથે વધ્‍યો. જયારે સઢવાળા મોટા વહાણ હતા ત્‍યારે આર, અમીરાતમાં બસરા સાથે જોડાયેલ. આર અમીરાત બસરાથી આરબો પણ પોતાના વહાણ તેમની ભાષામાં બગલા લઇ આવતા તે પણ શઢવાળા, બગલા વહાણની બાંધણી આપણા દેશી વહાણની બાંધણીને મળતી આવે. અહીથી પણ વહાણ ખરીદ કરી આર અમીરાતમાં લઇ જતા. ધંધાકીય ઉપયોગ કરતા બગલા વહાણ માલીકોન વહેવાર હિન્‍દુસ્‍તાન-ભારત સાથે હતા. તેમના આવડત તરીકે ગીરધર હેમરાજ, દામોદર, અમીચંદ, ભુલરાલ ભુદરજીની પેઢી સાથે વહેવાર આ ઉપરાંત દલાલ વિગેરે લઘુ કેશવ લોઢારી, વેલજી પી.એન્‍ડ સન્‍સ ચત્રભુજ  બધા નારણ ગોવિંદ શિયાળ, સૌરાષ્‍ટ્ર ટ્રેડીંગ લક્ષ્મીચંદ ભાભા એન્‍ડ કાુ. વિમા કંપનીમાં મહાસાગર વિમા કાુ.જે સાગર ખેડુઓની હતી. કલ્‍યાણ મરીન કાુ. (તાજાવાલા ગૃપા વિગેરે શેઠ મંચેરશા હરજી વાડીયા વિગેરે.

છેલ્લા ચાર દાયકામાં મત્‍સ્‍ય ઉદ્યોગ વિકસ્‍યો અને હીરાવતી-મીનાશ્રી વિગેરે કાર્યરત છે. દેશ-વિદેશ સાથે મત્‍સ્‍ય ઉદ્યોગથી જોડાયેલ. પરંતુ સ્‍થાપીત હિતો અને સરકારની બેધારી નીતીના કારણે મત્‍સ્‍ય ઉદ્યોગ ગુંગળાય છે. મોટામાં મોટી ચમ ફીશરીઝ ઉદ્યોગ ફેકટરી ગણાય છે. તેનું ટ્રાન્‍ઝેકશન ઘણુ મોટુ ગણાતુ હાલ...

આ ઉપરાંત પોરબંદર રાજયના સમયમાં ત્‍યાર બાદ પણ વ્‍યાપારી ધોરણે દેશી વહાણ-સઢવાળા તેમજ ત્‍યાર બાદ મશીનવાળા વહાણો દ્વારા દેશ-વિદેશ માલ પરીવહન થતુ પરંતુ છેલ્લા ત્રણ દાયકા આસપાસ કે તેથી વધુ સમયથી આ દશી વહાણ વટાને ખતમ કરી દેવામાં આવેલ છે. કહેવત મુજબ સાપ ગયાને લીસોટા રહયા. ભુતકાળ વાગોળવો રહયો. સને ૧૯૭૮ માં બારમાસી બંદર કાર્યરત રહયું. સારૂ વિદેશી હુંડીયામણ રળી આપતુ. પરંતુ રાજકારણીઓએ તેમજ તેમની સાથે સંકળાયેલા સફેદ કોલર ધરાવતા મહાનુભાવો પોતાના નિજ સ્‍વાર્થ ખાતર પોરબંદરના બારમાસી બંદરને ડાર્કઝોનમાં મુકી દીધું. શ્રમીક સાગર ખેડુત બંદરમાં કામ કરી કુટુંબનું ભરણપોષણ સાથે પોરબંદરની વેપારી રોનક-વ્‍યવહાર વિકાસને મુરઝાવી દેવામાં કાંઇ કચાશ રાખી નથી.

વિક્રમ સવંત ર૦૮૧ શ્રાવણ સુદ તા.૬-૮-ર૦રપના પ્રમાણે પોરબંદરનો સ્‍થાપના દિન ૧૦૩૬ માં મંગલ પ્રવેશ જયારે વિક્રમ સવંત ર૦૮૧ શ્રાવણ સુદ ૧પ શુક્રવાર શ્રાવણી પુર્ણિમાં રક્ષાબંધન-બળેવ-નાળીયેરી પુર્ણીમા રાજબારોટ સ્‍વ.શ્રી બાબુભાઇ બારોટના ચોપડા મુજબ પોરબંદરનો ૧૦૩૬માં સ્‍થાપના દિન ઉજવણી પોરબંદરના ધુમલીના રાજા જેઠવા વંશીય બાષ્‍કલ યાને બુખ્‍ખાજી મહારાજે પોરબ઼દરના અસ્‍માવતી ઘાટે વિ.સં.૧૦૪૬ શ્રાવણી પુનમ સોમવાર સવારે ૯.૧પ કલાકે તા. ૬-૮-૯૯૦ ના રોજ સમગ્ર વિશ્વ સાથે વ્‍યાપારી વહેવારથી પોરબંદર બંદરને કાર્યરત કર્યુ હતું. ૧૦૩પ  વર્ષ પુર્ણ કરી ૧૦૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. જયારે પોરબંદર એક હજાર વર્ષ પુરા કર્યા ત્‍યારે તેમની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી માટે રાજબારોટ જેઠવા વંશીય સ્‍વ.શ્રી બાબુભાઇ બારોટનો સહકાર લેવાયેલ અને તેઓ બારોટના ચોપડાની નોંધ પરથી સહષા શતાબ્‍દી વર્ષ પોરબંદર સ્‍થાપના દિન તરીકે ઉજવાયેલ.

પોરબંદર સ્‍થાપના દિનની ઉજવણી કરતા પોરબંદર નગરપાલીકાના જે તે સમયના પુર્વ પ્રમુખ રમેશભાઇ હિંગલાજીયાએ પ્રબુધ્‍ધ  રસ ધરાવતા નાગરીકોની મીટીંગ બોલાવી સમીતીની રચના કરી સર્વાનુમતે નક્કી થતા પોરબંદરના પુષ્‍ટી માર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયના ધર્માચાર્ય બિન વિવાદાસ્‍પદ નિ.ગો.૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીને પ્રમુખપદ સ્‍વીકારવા વિનંતી કરવામાં આવી તેઓશ્રીએ પુર્ણ વિગત સાથે ઇતિહાસ જાણ્‍યા પછી પ્રમુખ પદ સ્‍વીકારવા નિ.ગો. ૧૦૮ શ્રી મહારાજશ્રી ગોવિંદરાયજીએ શ્રાવણ પુનમ ર૦૪૬ તા.૬ ઓગષ્‍ટ ૧૯૯૦ આ દિવસે ચંદ્રગ્રહણ હતુ જેતી ગ્રહણ છુટયા બાદ ઉજવણી થઇ શકે તેમ હતી. જેથી તે દિવસે રાત્રીના ૯.૧પ વાગ્‍યે નિ.ગો. ૧૦૮ /શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી ભુદેવો દ્વારા વેદ મંત્રોચ્‍ચાર સાથે અરબી સમુદ્ર સંગમસ્‍થાને અસ્‍માવતી ઘાટે શાષાોકત પુજન, ઉજવણી પોરબંદરના ખારવા સમાજ દ્વારા રોશની કરવામાં આવી હતી.  

(1:01 PM IST)