News of Friday, 8th August 2025
જૂનાગઢની સગીરાનું અપહરણ કરી અજાણ્યો શખ્સ ફરાર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૦૮: જૂનાગઢની એક સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરમાં મજેવડી દરવાજા પાસેના વિસ્તારમાં રહેતા મહિલાની ૧૪ વર્ષની સગીર વયની દીકરીનું ગઈ તારીખ ૬ ઓગસ્ટના રોજ સાંજે અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. દીકરીના અપહરણ અંગે મહિલાએ ગુરુવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે તરુણીના અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીએસઆઇ એ. એચ. માધવાચાર્યએ બંનેની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
