<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

માળીયામિંયાણાના વર્ષામેડી ગામ પાસે શંકાસ્‍પદ પેટ્રોલીયમનો જથ્‍થો પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૮ :..  માળિયા તાલુકાના વર્ષામેડી ગામ જુમ્‍મા વાડી ફાટક પાસેથી સુપર કેરી લોડીંગ ટેમ્‍પોમાં શંકાસ્‍પદ પેટ્રોલીયમ પ્રોડક્‍ટની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે જતા ઈસમને ઝડપી લઈને પોલીસે શંકાસ્‍પદ પેટ્રોલીયમનો જથ્‍થો અને વાહન સહીત ૩.૨૮ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે.

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુપર કેરી ટેમ્‍પો ગાડીમાં શંકસ્‍પદ પેટ્રોલીયમ પ્રોડક્‍ટ ભરી વેચાણ અર્થે જતો હોવાની બાતમી મળતા શંકાસ્‍પદ સુપર કેરી ટેમ્‍પો જીજે ૩૬ વી ૫૦૭૯  વર્ષામેડી ફાટક પાસે રોકી તલાશી લેતા લાયસન્‍સ કે પરમીટ વિના પેટ્રોલીયમ પ્રોડક્‍ટનો જથ્‍થો મળી આવ્‍યો હતો અને યુક્‍તિ  (પ્રયુક્‍તિથી પૂછપરછ કરતા ગાડીમાં ભરેલ જથ્‍થો ગેરકાયદે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોવાનું ખુલ્‍યું હતું જેથી પોલીસ ટીમે ટેમ્‍પો ચાલક જયેશ ભગવાનજીભાઈ ખાદા (ઉ.વ.૨૯) રહે શનાળા બાયપાસ દલવાડી સર્કલ મોરબી મૂળ રહે વવાણીયા તા માળિયા વાળાને ઝડપી લીધો હતો પોલીસે ૩૦ કેરબામાં શંકાસ્‍પદ પેટ્રોલીયમ જથ્‍થો ૧૮૦૦ લીટર કીમત રૂ ૧,૨૬,૦૦૦ સુપર કેરી સીએનજી ગાડી કીમત રૂ ૨ લાખ અને મોબાઈલ કીમત રૂ ૨૦૦૦ સહીત કુલ રૂ ૩,૨૮,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે. (

(1:06 PM IST)