<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મોરબીમાં રીક્ષામાંથી કુદકો લગાવનાર અજાણ્યા પુરુષનું મોત, મૃતકની ઓળખ મેળવવા તજવીજ.

રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યો પુરુષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળો તા. ૦૬ ના રોજ બપોરના સમયે રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે

મૃતક આશરે ૨૫ થી ૩૦ વર્ષનો યુવાન છે જમણા હાથમાં અંગ્રેજીમાં AP ત્રોફાવેલ છે લાલ કલરનો શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેર્યું છે મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે મૃતક અંગે કોઈ માહિતી હોય તો તપાસ કરનાર એફ આઈ સુમરા મો ૯૯૭૯૦ ૧૯૯૪૪ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

(10:17 PM IST)