<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મોરબીના જેતપર-માળિયાના રોહીશાળા ગામે જુગાર રમતા આઠ ઝડપાયા.

બંને સ્થળોએ દરોડા દરમિયાન આઠ જુગારીઓને 45 હજારથી વધુની રોકડ સાથે ઝડપી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ ટીમે જેતપર ગામે કોળીવાસ મફતિયાપરામાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સુનીલભાઈ ઉર્ફે ભંગારીયો કુકાભાઈ દેગામાં, પ્રવીણભાઈ ઉર્ફે ગુગો લાભુભાઈ સાંથલીયા અને વિજય જેઠાભાઈ પસાડીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૦૮૦ જપ્ત કરી છે.

માળિયા પોલીસ ટીમે રોહીશાળા ગામની સીમમાં તળાવની પાળ પાસે રેડ કરી હતી ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ પ્રભુભાઈ કાલરીયા, જયંતી જગજીવન બાપોદરીયા, રતિલાલ જગજીવનભાઈ કાલરીયા, સુમિત સુરેશભાઈ પટેલ અને બળદેવભાઈ જીવરાજભાઈ કૈલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૪,૭૦૦ જપ્ત કરી છે.

(11:31 PM IST)