<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

મોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં દારૂ ઝડપાયો, આરોપી ફરાર

બાતમીને આધારે આરોપી મનોજ ઉર્ફે મનીષ કિશોરભાઈ ખારચિયાના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 6 બોટલ મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મનોજ ઉર્ફે મનીષ કિશોરભાઈ ખારચિયાના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 7200 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:18 AM IST)