<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

રક્ષાબંધન નિમિત્તે પાંચ ભાઈઓએ આપ્‍યો અનોખો સાદ, બહેનોને આપી ૧૦ લાખ રૂા.ના આર્થિક સુરક્ષા કવચની ભેટ

 

મહુવા, તા.૧૧: રક્ષાબંધન એટલે માત્ર રેશમની દોર નહીં, પણ લાગણી, વિશ્વાસ અને રક્ષાનું વચન. બહેનની રક્ષાની બદલીમાં ભાઈ સામાન્‍ય રીતે પૈસા આપીને પોતાનો તોહ પ્રગટ કરે છે. ત્‍યારે ધી યુથ સેવિંઝ્‌ એન્‍ડ ક્રેડિટ કો-ઓપ.સોસા.લિ. ના મેનેજર શૈલેષ એલ.રાદડીયા  એ રક્ષા બંધનનાં પવિત્ર દિવસે બહેન હેત્‍વીને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના આપીને એક નવો સરાહનીય પ્રયાસ કર્યો છે. સમસ્‍ત પાટીદાર સમાજ ટ્રસ્‍ટની PPSK (પાટીદાર પરિવાર સુરક્ષા કવચ) યોજના અંતર્ગત આ રક્ષાબંધન એક અનોખા સામાજીક જવાબદારીના કાર્ય હેતું ઉજવવામાં આવી રહી છે. રક્ષા બંધનનાં આ પ્રસંગે પાંચ પાટીદાર ભાઈઓએ પોતાની પ્રિય બહેનોને સામાન્‍ય ગીફ્‌ટને બદલે એક ખાસ ભેટ રૂપે ૧૦ લાખ રૂા.નું આર્થિક સુરક્ષા કવચ ગૌરવ અને આનંદ સહ આપ્‍યું છે. બહેનને અપાયેલી આ PPSK યોજના  માત્ર ભેટ કે પ્રેમની નોંધ નહીં, પણ બહેન અને તેના પરિવારની ભવિષ્‍યની નાણાકીય સલામતી માટેનું ભરોસાપાત્ર પગલું છે. રક્ષાબંધન એટલે હવે સહજ રિવાજ નહીં પરંતુ સુરક્ષાનું એક વચન છે, હવે આપી શકાય છે ભેટમાં ભવિષ્‍યની સુરક્ષા.

PPSK યોજના દ્વારા પાટીદાર પરિવારો માટે એક મજબૂત આર્થિક કવચ પૂરું પાડવામાં આવે છે. આજની અનિヘતિ પરિસ્‍થિતિ માં પરિવાર માટે આર્થિક સુરક્ષાનું આયોજન ખૂબ જ જરૂરી બની ગયું છે અને રક્ષાબંધનના આ પવિત્ર અવસરે એનું મહત્‍વ વધુ છે.

આ સંદેશ ખૂબજ મહત્ત્વનો છે કે પ્રેમની સાથે ભવિષ્‍યની તૈયારી પણ ભેટમાં આપવામાં આવે. તેમ રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે. (રહીમ વસાયા, દ્વારકા-મહુવા)

(11:57 AM IST)