News of Monday, 11th August 2025
પૂર્વ ધારાસભ્યના દબાણથી અમે રાજીનામુ આપીએ છીએઃ ગોંડલ વિહિપ પ્રમુખ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૧: ગોંડલ હિન્દુ વિશ્વ પરિષદ નાં પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ વિશ્વ હિન્દુ પરિષદ નાં જીલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુ ને પ્રમુખ પદેથી સ્વૈછીક રાજીનામુ આપી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં માનશીક દબાણ થી રાજીનામુ આપવા ફરજ પડ્યા નો આક્ષેપ કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ નાં પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર પિયુષ રાદડીયાએ જણાવ્યુ કે અમો છેલ્લા ૬ મહિનાથી ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવીએ છીએ અને સમાજ સેવા માટે કાર્યરત છીએ.
અમોની નિમણૂક થઈ તે સમયથી જ નિમણૂક માટે અમારા નામની દરખાસ્ત મૂકનાર ગોંડલના હિરેનભાઈ ડાભી ઉપર અમારા રાજકીય હરીફ એટલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય કાવાદાવા કરી અતિશય દબાણ લાવી અમોને આ જવાબદારીમાંથી રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે.
અમો આવા કોઈ હવે આ ગોંડલ શહેરના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે રહેવાથી હિરેનભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ રાજાણી તથા ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો તથા કાર્યકર્તાઓને પણ માનસિક દબાણમાં રહેવું પડતું હોય તથા તેમના ઉપર માનસિક, પારિવારિક તથા ધંધાકીય ક્ષેત્રે પણ હેરાનગતિ થતી હોય અમો આ હોદા ઉપર રહેવા માંગતા નથી જેથી વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેર પ્રમુખ તરીકેના હોદા ઉપરથી સ્વૈચ્છિક રાજીનામુ આપીએ છીએ.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
