<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

પરિવાર સાથે ઘેલા સોમનાથ મહાદેવને શીશ નમાવતા કુંવરજીભાઈ

 

વિંછીયાઃ જસદણ વિછીયાના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિર ખાતે સમગ્ર પરિવાર સાથે ભગવાન દેવાધી દેવ મહાદેવની પૂજા બ્રહ્મ ચોર્યાસી,નૂતન ધ્‍વજા રોહણ મનોરથ કરી દાદાના ચરણોમાં સમગ્ર ગુજરાત , દેશ , દુનિયા માટે સુખ શાંતિ સમળદ્ધિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.  ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઈ ઘેલા સોમનાથ દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે દર વર્ષે શ્રાવણ માસમાં વખતો વખત પૂજન અર્ચન દર્શન કરે છે. આ કાર્યક્રમમાં કુંવરજીભાઇ બાવળીયાના સમગ્ર પરિવાર સાથે મોટી સંખ્‍યામાં કાર્યકરો સહિત લોકો મોટી સંખ્‍યામાં સામેલ થયાં હતા. (તસવીર-અહેવાલઃ પિન્‍ટુ શાહ વિંછીયા)

(12:21 PM IST)