<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

જામકંડોરણામાં ટ્રેકટર ભાડા આપવાને બહાને ગીરવે મુકી દીધાઃ સાત વ્‍યકિતઓ સાથે રૂા. ૪૮.૩૦ લાખની ઠગાઇ

રામપરના કેવલભાઇ રાતડીયાની જામકંડોરણા પોલીસમાં પીપરડીના રવિરાજસિંહ જાડેજા સામે ફરીયાદ : એક ટ્રેકટરનું એક માસનું રૂા. ૪૦ હજાર ભાડુ આપવાની લાલચ આપી'તી

રાજકોટ, તા., ૧૧: જામકંડોરણાના ટ્રેકટર ભાડે આપવાના બહાને ગીરવે મુકી દઇ સાત વ્‍યકિત સાથે ૪૮.૩૦ લાખની છેતરપીંડી થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના રામપર ગામે રહેતા કેવલભાઇ ઘુસાભાઇ રાદડીયાએ આરોપી રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા (રહે. પીપરડી, તા. જામકંડોરણા) સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં  જણાવ્‍યા મુજબ ફરીયાદીએ આરોપીને બોલેરો પીકઅપ ગાડી ભાડે આપેલ હતી. બાદમાં આરોપીએ ફરીયાદીને કહેલ કે, મારા મિત્રને વર્ક ઓર્ડર મળેલ છે અને તેને ટ્રેકટરોની જરૂરીયાત છે મહિને ૪૦ હજાર રૂપીયા ભાડુ આપશે અને તે અંગેનો ભાડા કરાર પણ કરી આપશે તેમ કહેતા ફરીયાદીએ  ટ્રેકટર ખરીદી આરોપી રવિરાજસિંહને ભાડે આપેલ હતું અને તેનો ભાડા કરાર બાકી હતો.

 આ દરમિયાન આરોપી રવિરાજસિંહે ટ્રેકટરનું ભાડુ આપતો ન હોય ફરીયાદીએ અવાર નવાર ફોન કરવા છતા ઉપાડતો ન હતો. ત્‍યાર બાદ ફરીયાદીએ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી રવિરાજસિંહે ટ્રેકટર કોઇ વર્કઓર્ડરમાં મુકેલ નથી. અને ટ્રેકટર ગીરવે મુકી દીધેલ છે. ત્‍યાર બાદ તપાસ કરતા આરોપી રવિરાજસિંહે અન્‍ય વ્‍યકિતઓ શુષાંગભાઇ ધીરજભાઇ રાતડીયા, મયુરભાઇ દિનેશભાઇ સરસીયા (રહે. ધોળીધાર) આશીષભાઇ જીવણભાઇ માટીયા તથા જયેશભાઇ સુરેશભાઇ મઢવી (રહે. બંને જામકંડોરણા) અને અર્જુનભાઇ લખમણભાઇ શીયાળ (રહે. મેઘાવળ) સહિત ૭ લોકોના ટ્રેકટરો કિંમત ૪૮.૩૦ લાખ ભાડા કરાર કરી આપવાની શરતે અને એક માસનુ ટ્રેકટરનું ભાડુ ૪૦ હજાર આપવાનું કહી ટ્રેકટરનો વેચાણ કરાર કરી લોનના હપ્તા ન ભરી તથા તમામના ટ્રેકટરો અન્‍ય જગ્‍યાએ ગીરવે મુકી દઇ છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે જામકંડોરણા પોલીસે આરોપી રવિરાજસિંહ જાડેજા સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:18 PM IST)