તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
મોરબીના બેલા (રંગપર) ગામે તિરંગા રેલીમાં શાળાના ભૂલકાઓ સાથે કલેક્ટર કે.બી. ઝવેરી જોડાયા.
શાળાના બાળકો દ્વારા ગામની શેરીઓમાં દેશભક્તિના નારાઓ સાથે તિરંગા રેલી યોજાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામ ખાતે શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી શાળાના ભૂલકાઓ સાથે જોડાયા હતા.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અને કાર્યક્રમોના ભાગરૂપે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની શાળામાં શાળાના બાળકો દ્વારા ગામની શેરીઓમાં દેશભક્તિના નારાઓ સાથે તિરંગા રેલી યોજવામાં આવી હતી. આ તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી નાના ભૂલકાઓ સાથે જોડાયા હતા અને બાળકો તેમજ ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
