હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 12th August 2025
મુન્દ્રા વિસ્તારમાં ૫ રૂપિયાની લાલચ આપી બાળક સાથે શારીરિક અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના પ્રયાસથી ચકચાર
શારીરિક અડપલાં સાથે વિકૃત હરકત કરનાર આરોપી ઢગા બળદેવપુરી દયાલપુરી ગોસ્વામીને પોલીસે ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : હાલમાં સેક્સ વિકૃતિની વધતી જતી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. કચ્છના મુન્દ્રા તા.ના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરવાના પ્રયાસે ચકચાર સર્જી છે. મુન્દ્રા ના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં આરોપી બળદેવપુરી દયાલપુરી ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે પોતાના બાળકને ૫ રૂપિયાની લાલચ આપી આરોપી બળદેવપુરીએ શારીરિક અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હતો. ૯ ઓગસ્ટના બપોરે બનેલ આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
