<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

જસદણ-વિંછીયા તાલુકામાં માધ્યમિક શાળાના નવા બિલ્ડીંગો બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧૦ લાખ મંજુર

જસદણ-વિંછીયા તાલુકામાં સરકારી માધ્યમિક શાળાઓ મંજુર થયા બાદ શાળાના નવા બિલ્ડીંગના બાંધકામને શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી:કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.12 : જસદણ અને વિંછીયા તાલુકાના અમુક ઞામોમાં સરકારી માધ્યમિક શાળાઓ જે પ્રાથમિક શાળાઓના રૂમોમાં કે ભાડાના મકાનમાં ચાલતી હતી જેના લીધે  વિધાર્થીઓ અને શિક્ષકોને બેસાડવા કે અભ્યાસ કરાવવા માટે અનેક મુશ્કેલીઓ પડતી હતી આ અંઞે જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી શાળાના નવા બિલ્ડીંગ બનાવવાની રજુઆત કરતા શિક્ષણ વિભાઞ દ્વારા મંજુરી આપી બજુટની ફાળવણી કરી દીધી છે.

 

શિક્ષણ વિભાગ દ્વારા જસદણ તાલુકાના શિવરાજપુર વિંછીયા તાલુકાના દેવધરી અને સનાળા ગામે માધ્યમિક શાળાના નવા બિલ્ડીંગના બાંધકામને મંજુરી આપી છે.

 

આ દરેક માધ્યમિક શાળા પાછળ રૂા.૨.૮૦ કરોડ મળી કુલ રૂા. ૮૧૦ લાખની મંજુરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

 

જસદણ અને વિંછીયા તાલુકામાં શૈક્ષણીક સુવિધાઓમાં સતત વધારો થાય તેવા પ્રયત્ન ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કરવામાં આવે છે જેના અનુસંધાને બંને તાલુકાઓમાં વિકાસ લક્ષી કામોને યોગ્ય સ્તરેથી મંજુર કરાવી પછાત તાલુકાઓના આર્થિક નબળી સ્થિતીના વિધાર્થીઓને મુશ્કેલીઓ ન પડે કે અપુરતી સુવિધાઓના કારણે અભ્યાસ છોડવો ન પડે તેની કાળજી રાખી નજીકના ગામોમાં શૈક્ષણીક સુવિધાઓમાં વધારો થાય તેવી કાળજી પણ રાખે છે.

 

શિવરાજપુર, દેવધરી અને સનાળા ગામોમાં તૈયાર થનાર નવા માધ્યમિક શાળાના બિલ્ડીંગના બાંધકામમાં પુરતી હવાની અવર-જવર રહે તેવી અદ્યતન સુવિધા સાથે રમત ગમતના મેદાનની સુવિધા,દિવ્યાંગ બાળકો માટે રેમ્પ,શાળામાં સાંસ્કૃતિક-શૈક્ષણીક કાર્યક્રમોનું આયોજન કરવા સહીતની સુવિધા માથી રહે તેવું આયોજન કરવામા આવ્યું છે જે કામોના બાંધકામ આગામી દિવસોમાં શરૂ કરવા સબંધીત વિભાગને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

(2:14 PM IST)