News of Tuesday, 12th August 2025
યુગાન્ડાની ધરતી પર પ્રથમ વડતાલ ધામ હિન્દુ મંદિરનું ખાતમુહૂર્ત

આટકોટ તા.૧૨: દેશ વિદેશમાં ઘરસભાના માધ્યમથી હજારો પરિવારોના જીવનમાં સંસ્કારની સુગંધ ફેલાવનાર સરધાર સ્વામિનારાયણ મંદિર નાં પૂ. સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી હાલ દુબઈ અને આફ્રિકા ખંડના ઘરસભા વિચરણમાં છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ યુગાન્ડા દૌયુદયિ ના ઐતિહાસિક શહેર ઝિંઝા પહોંચ્યા ラ જ્યાંથી વિશ્વની સૌથી લાંબી નદી, નાઇલ રિવર, વહે છે. અને આ નદીના પવિત્ર કિનારે, યુગાન્ડાની ધરતી પર પ્રથમ લક્ષ્મીનારાયણ દેવ દેશ તાબાનું વડતાલધામ હિન્દુ મંદિરનું શાષાોક્ત ખાતમુહૂર્ત થયું
આ વિધિ વડતાલદેશ પીઠાધીપતિ, વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદહસ્તે પૂર્ણ થઈ. પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી પૂ. દેવપ્રકાશ સ્વામી તથા સરધાર મંદિરના કોઠારી સ્વામી સહિત ધામોધામથી સંતો ઉપસ્થિત રહ્યા.
આ મંદિર પરંપરાગત હિંદુ આર્કિટેક્ચરમાં ૭ એકર વિસ્તારમાં ઊભું થશે અને સમગ્ર આયોજન પૂ. સદગુરુ સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થશે.
ખાતમુહૂર્ત નિમિત્તે ચાર દિવસીય ઘરસભા યોજાઈ, જેમાં સ્વામીજીએ મંદિરનો મહિમા અને જીવનમાં સંસ્કારનું મહત્વ સમજાવ્યું. ભક્તોએ ઉત્સાહપૂર્વક દાન આપી મંદિર નિર્માણમાં સહભાગી થવાનો સંકલ્પ કર્યો.
યુગાન્ડાની ધરતી પર આ ઐતિહાસિક ક્ષણ માત્ર એક મંદિરનું ખાતમુહૂર્ત નથી ラ પરંતુ એ વિશ્વભરના હિન્દુઓ માટે ગૌરવ, આસ્થા અને એકતાનું પ્રતિક છે. (તસ્વીરોઃ કરશન બામટા)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
