News of Tuesday, 12th August 2025
વેલારિયા ગામના પ્રાથમિક શાળાના આચાર્યને ધમકીઃ પોલીસ રાવ : ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદન
તું આ સ્કૂલ બંધ કરી દેજે અને આ સ્કૂલમાં મારે કબ્જો કરી લેવાનો છે, અને મારે આ જગ્યાએ મસ્જીદ બનાવવાની છે અને મદ્રેશા ચાલુ કરવાની છે, આ પ્રકારે શિક્ષકને આપી ધમકી : ચકચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૧૨ : તાલુકાના વેલારીયા ગામ ખાતે ઙ્કાથમિક શાળાના આચાર્ય સતીષભાઇ કાનજીભાઈ સિહાર આહીર (ઉ.વ.૪૩) એ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપતા જણાવેલ કે ફોન આવેલ અને ફોન ઉપર ગાળો બોલવા લાગેલ અને કહેલ કે તુ તથા વેલારીયા ગામે ઙ્કાથમીક શાળામાં આવતા શીક્ષક કલ્પેશભાઇ પરડવા તમે બન્ને જણા કાલથી વેલારીયા ગામે પ્રાથમીક શાળામાં આવ્યા તો તમારા બંન્નેના ટાટીયા ભાંગી નાખીશ અને તમને બંન્નેને મારી નાખીશ તેમ કહેતા મે આ ફોન વાળા ભાઈને તેમનુ નામ પૂછતા જણાવેલ કે મારૂ નામ અસલમભાઇ વલીમામદભાઈ સુમરા છે જે નામ સાચું છે કે નથી તેની મને ચોક્કસ ખાત્રી નથી અને હુ તમારી પ્રાથમીક શાળાની બાજુમાં જ રહુ છુ અને તમારી શાળામાંથી મારા ઘરે જીવ જંતુઓ આવે છે અને ત્યાં ઝાડમાંથી કચરો મારા ઘરે આવે છે તેમ કહી મને કોન ઉપર વધારે ગાળો આપવા લાગેલ બાદ મે ફોન કાપી નાખેલ અને આ ભાઈએ અવાર નવાર ત્રણ ચાર વાર મને ફોન કરેલ અને આ અસલમના પિતાજીએ મને ફોનમાં કહેલ કે તુ મારા દિકરા અસલમને શું કામ ગાળો કાઢે છે તેમ કહી મને આ વલીમામદભાઇએ પણ ફોનમા ગાળો કાઢેલ હતી અને છેલ્લે ફરીથી ફોન કરી કહેલ કે તુ આ સ્કુલ બંધ કરી દેજે અને આ સ્કુલમાં મારે કબ્જો કરી લેવાનો છે. અને મારે આ જગ્યાએ મસ્જીદ બનાવવાની છે. અને મદ્રેશા ચાલુ કરવાની છે. અને કહેવા લાગેલ કે શાળા બંધ કરાવી દેવી છે જો તમે બંન્ને જણા કાલથી વેલારીયા ગામે શાળાએ છોકરા ભણાવવા આવશો તો તમારા બંન્નેના ટાંટીયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ અને છોકરાઓને પણ માર મારીશ તેમ કહેતા મે ફોન કાપી નાખેલ હતો જેથી આ અસલમ વલીમામદભાઇ સુમરા તથા વલીમામદભાઇ સુમરા રહે બન્ને વેલારીયા ગામ સામે ફરીયાદ દાખલ કરાવેલ છે.
ઉપરોક્ત બાબતે ઉપલેટા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો દ્વારા આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે વેલારીયા પ્રા. શાળામાં આચાર્ય સિંહાર સતિષભાઈ તથા શિક્ષક પરડવા કલ્પેશભાઈને અસલમ સુમરા દ્વારા ફોન પર ધમકી આપવામાં આવેલ તથા અપશબ્દો બોલેલ છે અને વારંવાર ફોન કરી શાળાએ કે ગામમાં આવશો તો ટાંટીયા ભાંગી નાંખશું તથા મારી નાખવાની ધમકી આપેલ છે. અને તેમ કહેલ કે મારે શાળા પર કબજો કરી લેવો છે. અને ત્યાં મારે મસ્જીદ અને મદ્રેસા બનાવવી છે તેવું વારંવાર ફોનમાં જણાવેલ છે. તેથી અમારા શિક્ષકો જાનના જોખમે શાળાએ જઈ શકે તેમ નથી. આથી આ અંગે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
