News of Tuesday, 12th August 2025
મોરબીના જાંબુડીયા-પાનેલી પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું કામ પૂર્ણ થવાની તૈયારી : 425 હેકટરમાં ઉદ્યોગો ધમધમશે.
સ્પેશિયલ જીઆઇડીસીમાં રોડ-૨સ્તા તૈયાર : 50 હજાર લઈ 500 ચોમીથી 615 પ્લોટનું આયોજન : સરકાર કિંમત નક્કી કરે તેની જોવાતી રાહ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સરકારે 2020માં મોરબીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને 2023માં મોરબીના જાંબુડિયા-પાનેલી ગામની સીમમાં 425 હેક્ટર જગ્યામાં સ્પેશિયલ જીઆઇડીસીનું કામ શરૂ ક૨વામાં આવ્યું હતું.
આ વિશાળ જગ્યામાં હાલમાં 100 કરોડથી વધુના ખર્ચે ડેવલોપમેન્ટ કાર્ય પૂર્ણતાના આરે છે. અહીં સીરામીક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેમજ અન્ય ઉદ્યોગોને લાયક 50 હજારથી લઈને 500 ચોરસ મીટરના અલગ અલગ કુલ 615 પ્લોટો રાખવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જીઆઈડીસીના પ્લોટોની વેચાણ કિંમત નક્કી થઈ ન હોય હાલમાં સરકાર કિંમત નક્કી કરે ત્યાર બાદ પ્લોટની હરરાજી કરવામાં આવશે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગ ઝોનમાં ગુજરાત સરકાર દ્વારા મોરબીના જાંબુડિયા અને પાનેલી ગામની સીમમાં 425 હેક્ટર વિશાળ જગ્યામાં સ્પેશિયલ જીઆઈડીસી 2022માં મંજુર કરવાં આવી હતી. અને 21-08-2023થી જાંબુડિયા-પાનેલી જીઆઈડીસીનું ડેવલોપમેન્ટ કામ પણ 100 કરોડથી વધુના ખર્ચે શરૂ કરવામાં આવી આવ્યું હતું. જેમાં હાલમાં રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ સહિતની કામગીરી પૂર્ણતાને આરે છે અને હવે સ્ટ્રીટલાઈટના પોલ ઉભા કરવાની કામગીરી ચાલુ હોવાનું જીઆઈડીસીના સૂત્રો જણાવી રહ્યા છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
