<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મોરબી દેશ ભક્તિના રંગે રંગાયુ; અનેરા ઉમંગ સાથે ૨ કિલોમીટર લાંબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ.

પોલીસના જવાનો ૩૦૦ ગજ લાંબા તિરંગા સાથે યાત્રામાં જોડાયા; બન્યું આકર્ષણનું કેન્દ્ર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  હર ઘર તિરંગા અભિયાન અન્વયે રાષ્ટ્રભાવના ઉજાગર કરી તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોરબીમાં ધારાસભ્ય સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલ સ્ટેચ્યુ, શનાળા રોડ સુધીના રૂટ પર જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

     હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ અનન્ય ઉમંગ, ઉત્સાહ અને જુસ્સાભેર જોડાયા હતા. અંદાજિત ૨૫૦૦ લોકોએ આ ૨ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો. જે તિરંગા યાત્રામાં ધારાસભ્ય, જીલ્લા કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર અને પોલીસ જવાનો તેમજ નાગરિકો જોડાયા હતા.

(10:46 PM IST)