News of Tuesday, 12th August 2025
માળિયાના જુના ઘાંટીલા ગામે જન્માષ્ટમી મહોત્સવ યોજાશે: રથયાત્રા અને મટકીફોડનું આયોજન .
બપોરે 2 વાગ્યાથી રથયાત્રાનો પ્રારંભ:પંચવટી શક્તિ પ્લોટના ઉગમણા ઝાંપે થઈ મેઈન બજારથી આથમણા ઝાંપા સુધી પસાર થશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના જુના ઘાંટીલા ગામે જુના ઘાંટીલા યુવા ગ્રુપ દ્વારા તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ ધામધૂમથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 2 વાગ્યાથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે પંચવટી શક્તિ પ્લોટના ઉગમણા ઝાંપે થઈ મેઈન બજારથી આથમણા ઝાંપા સુધી પસાર થશે. તે દરમિયાન મટકી ફોડનું પણ આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા જુના ઘાંટીલાની સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા જુના ઘાંટીલા યુવા ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
