<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મોરબીની વીસી ફાટક નજીકથી દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે એક ઝડપાયો.

કબ્રસ્તાન પાસેની શેરીમાંથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એસઓજી ટીમે એક શખ્શને ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની વીસી ફાટક નજીક આવેલ વી.સી. હાઈસ્કૂલ પાછળ કબ્રસ્તાન પાસેની શેરીમાંથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એસઓજી ટીમે એક શખ્શને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

       મોરબી sog ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વી.સી. હાઈસ્કૂલ પાછળ કબ્રસ્તાન બાજુની શેરીમાં એક શખ્શ હથિયાર સાથે હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી ઈરફાન ઉર્ફે લતીફ રહીમ સુમરા (ઉ.વ.૨૧) ( રહે વિસીપરા ફૂલછાબ કોલોની) ને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની રિવોલ્વર ૧ કીમત રૂ ૫૦૦૦ નો મુદામાલ જપ્ત કરી એ ડીવીઝન પોલીસમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(11:37 PM IST)