<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મેટોડામાં બેભાન થઇ ઢળી પડતાં ૪૦ વર્ષના અચ્‍છેલાલનું મોત

રાજકોટ તા. ૧૩: હૃદયરોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. મેટોડા જીઆઇડીમાં એક યુવાન એકાએક ઢળી પડતાં મૃત્‍યુ થયું હતું. જાણવા મળ્‍યા મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ-૩માં ડેલ્‍ટા ટેક્‍નોકાસ્‍ટ નજીક રહેતો અચ્‍છેલાલ વિશ્વેશ્વર પ્રસાદ (ઉ.વ.૪૦) નામનો યુવાન ઘર પાસે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:52 AM IST)