News of Wednesday, 13th August 2025
વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં ત્રિરંગા યાત્રા

વાંકાનેરઃ ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને ઐતિહાસીક ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. ત્રિરંગા યાત્રામાં પ્રાંત અધિકારી, મામલતદાર ચીફ ઓ. ગીરીશભાઇ સરૈયા, પાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, શહેર ભા.જ.પ. પ્રમુખ પટેલ પુર્વ પ્રમુખ પરેશભાઇ ગઢવી, અશ્વિનભાઇ મેઘાણી, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નવા ચુંટાયેલ ભા.જ.પ./કોંગ્રેસના પાલીકા સદસ્ય શહેર પી.આઇ. તાલુકાન પી.આઇ. હકુમતસિંહ જાડેજા સહીત વિવિધ અધિકારીશ્રીઓ વિવિધ કચેરીઓના કર્મચારીઓ ઉમંગભેર જોડાયા હતા. આ તકે વિદ્યાભારતી સ્કુલ, એલ.કે. સંઘવી ઉ.મા. વિદ્યાલય, અમરસિંહજી હાઇસ્કુલ, નિર્મલા કોનવેલ્ટ સ્કુલ તથા મ્યુનિસીપલ સંચાલીત ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થી/વિદ્યાથીનીઓ હર્ષભેર જોડાયા હતા. સીટી પોલીસના જવાનો, જી.આર.ડી. જવાનો, મહિલા પોલીસ કર્મચારી દ્વારા સુંદર બંદોબસ્ત જાળવવામાં આવેલ હતો. તાલુકા ભા.જ.પ.ના પણ વિવિધ હોદેદારો હર્ષભેર જોડાઇ ત્રિરંગા યાત્રાની શોભા વધારેલ હતી.(તસ્વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)(૬.૬)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
