News of Wednesday, 13th August 2025
કોડીનારના મુળ દ્વારકામાં સીમા જાગરણ મંચ દ્વારા મટકી સ્પર્ધા ઉત્સવ ઉજવાશે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઇ જીવાણી, મનોહરસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ૧૩: કોડીનાર પાસેના ભગવાન શ્રીકળષ્ણની પાવન ભૂમિ મુળ દ્વારકા ખાતે કોડીનારની આજુબાજુના ૨૪ ગામના ગોવિંદાઓ વચ્ચે આ જન્માષ્ટમી (૧૬/૮/૨૦૨૫) ના દિવસે મટકી સ્પર્ધા ઉત્સવ ઉજવાય રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી શરૂ થયેલા આ ઉત્સવ એ આ વિસ્તારમાં એક અનોખું આકર્ષણ જમાવ્યું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં સનાતની ધર્મીઓ ખૂબજ ધામધૂમથી આ સ્પર્ધાત્મક ઉત્સવ ની મજા માણે છે.
જેના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલું છે, આજુબાજુના ૨૪ ગામના ગોવિંદાઓ પિરામિડ આકારે ૨૦ ફૂટ ઊંચી રાખવામાં આવેલ મટકીને તેમાં રાખેલ નારીયેળ દ્વારા ઓછામાં ઓછાં સમયમાં ફોડવા માટે હરીફાઈ કરશે.
વેરાવળથી ઊના - દીવ સુધીના સીમા જાગરણ મંચના સ્વયંસેવકો અને સાગર પુત્રો તેમજ કોડીનાર તાલુકાના હજારો સ્વયંસેવકો આ નવીન પ્રકારની સ્પર્ધાઓ નિહાળવા માટે એકઠા થશે.
આ વખતે સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ર્ંરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી રહેશે તેમજ અતિથિ વિશેષ તરીકે ર્ંસોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા રહેશે.
આ પ્રકારની સ્પર્ધા આખા ભારતમાં અહીં જ ઉજવાય છે. જેથી ધાર્મિક ભાવનાઓ સાથે સમગ્ર પંથકના યુવાનોમાં આ મટકી ઉત્સવ એ મોટું આકર્ષણ જમાવ્યું છે.
આ ઉત્સવ સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લાના સંયોજક શ્રી જીગ્નેશભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા ખૂબ જહેમતથી સ્પર્ધા ના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. સાથે સાથે યજમાન સ્થળ મુળદ્વારકા અને મઠ ગામના દરેક સમાજના પટેલ શ્રી ઓ તેમજ યુવાનો નો ઉત્સાહ ખૂબ જ છે. બધા ધર્મ ના લોકો જાણે પોતાનો ઉત્સવ હોય એ રીતે સમરસતા અને સદભાવના ના નિર્માણ તરફ સમગ્ર વિસ્તાર આગળ વધી રહ્યો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
