<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

દ્વારકામાં જન્‍માષ્‍ટમી ઉજવવા થનગનાટઃ મંદિરોમાં રોશનીનો ઝગમગાટ

શ્રી કૃષ્‍ણ ભગવાનના જન્‍મોત્‍સવના વધામણા કરાશેઃ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ :.. દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં શનીવારે જન્‍માષ્‍ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાશે.

દ્વારકા ખાતે ૧૬મી ઓગષ્‍ટના ભગવાન શ્રી કૃષ્‍ણનો પરપર-મો જન્‍માષ્‍ટમોત્‍સવ થનાર હોય ઉજવણીમાં લાખો ભાવિકો ઉમટનાર હોય જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકાનો વિશેષ શણગાર તથા ભાવિકોની સગવડતાની વિશેષ વ્‍યવસ્‍થા સાથે દ્વારકાધીશમાં મુખ્‍ય મંદિર તથા મંદિર પરિસરમાં આવેલા અન્‍ય ૧પ મંદિરોનું ડેકોરેશન તથા વિશેષ શણગાર કરાયો છે.

કાન્‍હાના જન્‍મોત્‍સ્‍વમાં સર્વે ભાવિકોને જોડાવા જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્‍ના દ્વારા ભાવભર્યું નિમંત્રણ અપાયું છે.

જન્‍માષ્ટમીના પાવન પર્વે દ્વારકામા ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ

દ્વારકા ઉત્‍સવ ૨૦૨૫ યોજાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ :..  ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે આગામી તા.૧૬/૦૮/૨૦૨૫ને જન્‍માષ્ટમીના દિવસે સાંજે ૮ કલાકે હાથી ગેટની બાજુમાં નગરપાલિકા ર્પાકિંગ ગ્રાઉન્‍ડ, દ્વારકા ખાતે મંત્રી શ્રી મુળુભાઇ બેરાની અધ્‍યક્ષતામાં દ્વારકા ઉત્‍સવ ૨૦૨૫ અંતર્ગત ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે. જેમાં લોકસાહિત્‍યકાર સુખદેવ ગઢવી દ્વારા પારંપારિક લોકગીતો, શ્રી કળષ્‍ણ મિશ્ર રાસ લોકનળત્‍ય તથા સિનેમેટિક મેગા નાટક રાજ રાજેશ્વર શ્રી કળષ્‍ણની પ્રસ્‍તુતિ કરાશે.

(1:14 PM IST)