<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

પોરબંદરના છગન ખેરાજ વર્મા સહિત પાંચ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું સ્‍મરણ ભુલાયું

છગન ખેરાજે કેનેડામાં ક્રાંતિ બાદ તેમને બર્મામાં ફાંસી અપાઇ હતીઃ વણીક વરજીવનદાસ, નગીનદાસ બ્રોકર, જગમોહનદાસે દેશ માટે લડત ચલાવતા જેલવાસ ભોગવ્‍યો હતોઃ કમનશીબે તેઓ સન્‍માન અને પેન્‍શન માટે હક્કદાર ન રહયા

પોરબંદર, તા., ૧૩: પોરબંદરમાં રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભુમીમાં ભારત સ્‍વતંત્રતાની લડતમાં પ્રાથમીક શિક્ષક ખાનગી શાળા પોરબંદર દશાશ્રીમાળી વણીક જ્ઞાતિ સંચાલીત શાળામાં રચનાત્‍મક કાર્યકર સ્‍વ. મથુરાદાસ ગોરધનદાસ ભુપ્તા, કોંગ્રેસ પ્રમુખ દશાશ્રીમાળી વણીક વરજીવનદાસ વેલજી ઉર્ફે વરજીવન બાબુ જગન્નાથ યાને ચુનીલાલ કાનજી રાવલ, સ્‍વ. નગીનદાસ ગોંડલદાસ મોદી ઉપરાંત નગીનદાસ મોદી, સ્‍વ.કાજલલાલ મનમોહનદાસ બ્રોકર જેમનું અસહય માર મારવાના કારણે કરોડ રજ્જુ તુટી ગયેલ. આજીવન પથારીવશ રહયા. સ્‍વ.જગમોહનદાસ મોતીચંદ ઓડદ્રા લાઠીના મારના કારણે કાનમાં બહેરાશ આવી ગયેલ.

કેટલાક સ્‍વતંત્રતા સેનાનીઓને પેન્‍શન મળતુ ન હતું. જેલવાસ ભોગવેલ પરંતુ રેકર્ડ નહિ મળતા સ્‍વતંત્ર સેનાની પેન્‍શનથી તેમજ તામ્રપત્ર સન્‍માનથી વંચીત રહેલ. સ્‍વ.પ્રભુદાસ હીરાચંદ ઉર્ફે પ્રભુદાસ બ઼કા નવીબંદર ખારવા જ્ઞાતિના સ્‍વ. દયાળભાઇ વઢીયા ઉર્ફે વાવાઝોડુ તેમના હાથને ઇજા પહોંચતા એક હાથ કામ કરતો ન હતો. પોરબંદર  સમસ્‍ત ખારવા જ્ઞાતિના જે તે સમયના વાણોટ ચુસ્‍ત કોંગ્રેસી સ્‍વ. દેવજી કારા માલમ ઉર્ફે દેવુ વાણોટ તેઓને તો જીવંત ખાડામાં ઉતારી મારી નાખવાના હતા. સ્‍વ. દયાળભાઇ વઢીયા ઉપર ઘોડા દોડાવ્‍યા હતા. અનેક નામી અનામી સ્‍વતંત્ર લડતમાં જોડાયેલ.

જયારે સ્‍વતંત્રતાની લડતમાં મહિલાઓ પણ જોડાયેલ. તેમાં દશા શ્રીમાળી વણીક સ્‍વ. અમૃતબેન મુખ્‍ય અને તેઓની આગેવાનીમાં મહિલાઓ આંદોલન ચલાવેલ. મહિલા પાંખના પ્રથમ પ્રમુખ હતા. પોરબંદરના શ્રીમંત સ્‍વ.પ્રેમકુંવર જેઠાભાઇ સહીત સ્‍વ. પ્રેમકાર શેઠાણીના સુપુત્રી પણ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અને ૧૯૩૦ આપસાસ પોરબંદર મહારાણા મિલ્‍કસ કંમ્‍પાઉન્‍ડ કાઠીયાવાડ પરીષદ સ્‍વ. ઠક્કર બાપાની આગેવાની નીચે ભરાયેલ. તેમાં રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધી હાજર રહેલ અને ત્‍યાં તેઓશ્રીએ સાદગી અપનાવી આજીવન ખાદી પહેરી હતી. તેમજ છાંયામાં ગાંધી આશ્રમ માટે જમીન આપી અને ગાંધી આશ્રમ સ્‍થાપ્‍યો. તેમજ નેશનલ હાઇવે કલીસ્‍વર ફ્રન્‍ટ નજીક હરીજનોને રોજી રોટી મળી રહે તે માટે ખાદી વણવા શાળ માટે જગ્‍યા આપી. કાર્ય સાકાર સમય જતા તે શાળા ઉદ્યોગની જગ્‍યામાં ગજ્જર એન્‍જીનીયર કારખાનુ કાર્યરત થયેલ તે બંધ પડેલ.

વાસ્‍તવિકતા લોકજુવાળ પારખી પોરબંદરના સ્‍વ.રાજવીએ રાજકારણમાં પ્રજાભિમુખ બનેલ. ગાંધી વિચારધારા અપનાવી. પરંતુ તેઓશ્રીનો વહીવટ કારભાર પ્રજાભિમુખ હોવા છતા કોઇ કાળક્રમ સ્‍વતંત્ર સેનાની ઉપર જુલ્‍મ ત્રાસ વર્તાવ્‍યો. ત્‍યારે એવું બહાર આવેલ. તેઓશ્રીની બેહોશીનો લાભ લીધો અને બેહોશીમાં સ્‍વતંત્ર સેનાની ઉપર લાઠી ચાર્જ, જમીન ખાડો કરી જીવતા દાટવા, ઘોડા દોડાવવા વિગેર હુકમમમાં સહી કરાવી સ્‍થાપીત હિતોએ સ્‍વર્ગસ્‍થા મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવાને બદનામી અપાવી. પરંતુ તેઓશ્રી બેહોશીમાંથી બહાર આવતા સમગ્ર ઘટનાથી વાકેફ થતા પ્રસ્‍તાવો થતા તાત્‍કાલીક પોરબંદરના સુદામા ચોકમાં બેહોશીમાં થયેલ હુકમના પ્રસ્‍તાવા સાથે પોરબંદરના પ્રજાજનો અને ભોગ બનેલાની જાહેરમાં માફી માંગી ગદગદીત થતા સાથે આંખમા અશ્રુધારાનો ધોધ છુટયો. એક હકિકત જુની પેઠીના બુઝુર્ગ વડીલો પાસેથી દંતકથાના સંભારણા રૂપે જાણવા મળે  છે.

થોડા વર્ષો પહેલા ન્‍યાયમુર્તિ નરેન્‍દ્રભાઇ નથવાણી મુંબઇમાં મળ્‍યા ત્‍યારે તેમણે કહયું હતું કે અમે છગન ખેરાજ વર્માનો જન્‍મ થયો તે ઘર પોરબંદરમાં શોધી રહયા છીએ. આજે તો નથવાણી પણ રહયા નથી. પ્રશ્નાર્થ એવોને એવો રહયો છે.

અંતિમ દિવસો વિષે નક્કર માહીતી મળતી નથી એક નોંધ એવી છે કે તેને બર્મા મોકલી દેવામાં આવ્‍યા હતા. બર્મા ક્રાંતિકારોલનું મોટુ મથક હતું. ત્‍યાં બ્રીટીશ સેનામાં ભારતીયોને ક્રાંતી માટે પ્રેરીત કરવાના અપરાધ માટે ગોળીથી ઉડાવીદેવામાં આવ્‍યા હતા.

એક બીજા સુરતના વેપારી કાસમ ઇસ્‍માઇલ મન્‍સુરીને ગદર પ્રવૃતિ માટે બર્મામાં ફાંસી આપવાની નોંધ મળે છે. જુન મહિનાની એક સવારે ફાંસી દેવાયેલ. આ કંતિકારોનું ગુજરાતે સ્‍મરણ કરવુ અને સ્‍મારક બનાવવુ એ ઋણ ચુકવવાનો અવસર નથી.

સંકલન

હેમેન્‍દ્રકુમાર પારેખ

પોરબંદર 

(11:46 AM IST)