News of Wednesday, 13th August 2025
બરડાના માલધારીઓ માટે સ્વેૈચ્છિક સ્થળાંતર યોજનાઃ પરિવારોને સુરક્ષા અને સુવિધાની તક

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: બરડા વન્યજીવ અભ્યારણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાથે માલધારીઓ માટે મહત્વની કલ્યાણકારી સ્વેૈચ્છિક સ્થળાંતર યોજનાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાવ્યા બાદ બરડાના સ્થળાંતર કરનારા માલધારી પરિવારોને સુરક્ષા અને સુવિધાની નવી તક મળી છે.
વન્યજીવન અભયારણ્ય ખાતે વિશ્વ સિહ દિવસની ઉજવણી સાથે મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતર યોજનાનો પ્રારંભ કર્યો, જેના માધ્યમથી અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓને સુરક્ષિત અને સુવિધાસભર વિસ્તારોમાં સ્થળાંતર માટે પ્રોત્સાહન મળશે.પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરતાં લખ્યું કે ‘‘આ યોજના માત્ર પર્યાવરણ અર્થે વન્યજીવન સંરક્ષણ માટે જ નહીં પરંતુ માલધારીઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. તેમના જીવનમાં નવી તક અને સુરક્ષા આવશે.''
સરકારના જણાવ્યા અનુસાર, આ યોજનાથી બરડા વિસ્તારમાં સિહો તથા અન્ય વન્યજીવનના આવાસ ક્ષેત્રનું સંરક્ષણ વધુ અસરકારક રીતે થઈ શકશે. બરડા વિસ્તાર વન્યજીવનના દ્રષ્ટિકોણે અતિસંવેદનશીલ છે અને માનવ-વન્યજીવન અથડામણ ની ઘટનાઓ ઘટાડવા માટે આ યોજના મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. બરડાના સ્થળાંતર કરતા માલધારીઓના પરિવારોને સુરક્ષા અને સુવિધાની તક ઉભી થઇ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
