News of Wednesday, 13th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસતા ઝાપટા
સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરારઃ હવે સાર્વત્રિક વરસાદની રાહ

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે. આવા વાતાવરણ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી જાય છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.
છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિકના બદલે ઝાપટારૂપે હળવો - ભારે વરસાદ વરસી જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી, મહત્તમ ૩ર ડીગ્રી, ભેજ ૮૬ ટકા અને પવનની ગતિ ૧૦.૩ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા :.. અહીં વિંછીયા માં ગઇ કાલ સાંજ ના ૬ થીં ૬/૧૫ વાગ્યા સુધી ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા રોડ રસ્તા અને મુખ્ય બજારમાં પાણી વહી ગયા હતા .ઘણા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ઝાપટા રૂપે વિંછીયા માં પધારતા અને ઉભા મોલને જરૂરત છે ત્યારે આગાહી મુજબ આગામી દિવસોમાં મેઘો ભરપુર રસાતળ વરસે તેવી વિછીયા વાસી ઓની પ્રાર્થના છે.
દરમિયાન આજે વહેલી સવારથી વાદળ છાયા વાતવરણ સાથે વિંછીયા અને પંથક માં ઝરમર વરસાદ વરસી ગયો છે..સવાર ના ૯ વાગે સૂર્ય નારાયણ વાદળો માં લપાઇ ગયા છે!! ખુશનુમા વાતાવરણ છે!!મેઘો વરસે તે વો લોકો ને ઇંતજાર છે!!
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ :.. વરસાદી ઝાપટા પડતાં રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ હાલમાં વરસાદ ની તાતી જરૂર છે ત્યારે વરસાદી ઝાપટા ખેતી પાકને જીવતદાન મળ્યું
ધોધમાર વરસાદ આવે તેવી પ્રાથના કરતાં ખેડૂતો હવે વરસાદ ની તાતી જરૂર છે હાલમાં ઉનાળા જેવું ગરમ વાતાવરણ થય જાય છે ત્યારે આઠમ દીવસે વરસાદ આવશે તેવી આગાહી કરી ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા જે રોડ પર પાણી વહી નીકળ્યા હતા.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
