<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

" વૉટ ચોર, ગાદી છોડ " ના નારા સાથે મોરબીમાં કાલે ગુરુવારે કોંગ્રેસ દ્વારા "મશાલ રેલી"નું આયોજન.

વોટ ચોરી અંગેના અભિયાનના સમર્થનમાં રેલી યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે 14 ઓગસ્ટ ને ગુરુવારના રોજ સાંજે 7-30 કલાકે વિશાળ "મશાલ રેલી"નું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ઓમ શાંતિ સ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ થઈને સરદાર પટેલ સાહેબની પ્રતિમા સુધી પહોંચશે. આ રેલી "વોટ ચોર, ગાદી છોડ" ના નારા સાથે યોજાશે.


આ રેલી, રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીને દેશની જનતા સામે ઉજાગર કરવામાં આવી છે, તેમના અભિયાનને સમર્થન આપવા માટે AICC/PCC ની સૂચના અનુસાર આયોજિત કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા તથા તમામ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા સદસ્યો અને તમામ કંટ્રોલ સેલના હોદ્દેદાર અને કાર્યકર્તાઓને આ રેલીમાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.

(8:33 PM IST)