<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જામનગરમાં મોટર સાયકલ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી આરોપી પાસેથી ચોરાઉ મોં.સા.કબ્જે

જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડએ બાતમીના આધારે આરોપીને જૂની ઇન્કમ ટેક્સ ઓફિસ ગોજીયા સ્કૂલ વળી ગલીમાંથી ઝડપી લીધો

જામનગર : અનડીટેક્ટ લુટના ગુન્હાના આરોપીને શોધી કાઢવા પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વીભાગ અશોક કુમાર તથા જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના અને પોલીસ ઈન્સપેકટર  પી.પી.ઝા  તથા સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયાના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા

જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે. ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૫૧૭૮૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો વણશોધાયેલ હતો આ કામે ફરીયાદીનુ એકસેસ મો.સા જેના રજી નંબર જીજે.૧૦.ડી.પી.૮૯૯૦ વાળુ મો.સા જામનગર રણજીત ટાવર લાલ બંગલા પાસે પાર્ક કરેલ હોય ત્યાથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હોય સદર ગુન્હા શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા

   દરમ્યાન સ્ટાફના પો.કોન્સ જયદીપસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ ક્રીપાલસિંહ સોઢા તથા પો.કોન્સ પ્રહલાદસિંહ જાડેજા ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા સાથે એક શખ્શ જુની ઈન્કમ ટેક્ષ ઓફીસ ગોજીયા સ્કુલ વાળી ગલીમા ઉભેલ છે જે હકીકત આધારે સ્ટાફના માણસો ત્યા હકીકત વાળી જગ્યાએ જતા ઉપરોક્ત મો.સા સાથે હકીકત વાળો ઈસમ ઉભેલ હોય જેથી તુરંત શખ્શને કોર્ડન કરી નામઠામ પુછતા (૧) સાહરુખ ઉર્ફે કાલી અસગર મુલ્લા શેખ ઉ.વ ૨૩ ધંધો મજુરી (રહે એકડે એક વિસ્તાર મેહમુદ પટેલની બાજુમાં જામનગર)  જેની પાસે રહેલ મો.સા.ના જેના રજી નંબર જીજે.૧૦.ડી.પી.૮૯૯૦ જોવામા આવેલ જેના ચેસીસ નંબર MB8DP12DKN8D91999 તથા એન્જીન નંબર AF217257263 ના જોવામાં આવેલ જે મોટરસાઇકલ બાબતે મજકુરની પુછપરછ કરતા મજકુરે એક મહીના પહેલા રણજીત ટાવર લાલ બંગલા પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા અને આ અંગે ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હોય જેથી સદરમોટરસાઇકલ ની કિ.રૂ.૯૦,૦00/- ગણી ગુનાના કામે કબ્જે કરેલ છે તેમજ મજકુર ઈસમને પો.હેડ.કોન્સ કીપાલસિંહ સોઢા ધોરણસર અટક કરેલ છે સદરહુ ગુનો ખાનગી બાતમીદારો તથા સી.સી.ટી.વી. ફુટેજ મદદથી આ ગુનો શોધી કાઢેલ છે

આ કામગીરી પોલીસ ઈન્સ  પી.પી.ઝા તથા પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા તથા એ.એસ.આઈ રાજેશભાઈ વેગડ તથા પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર તથા ક્રીપાલસિંહ સોઢા તથા સંજયભાઈ પરમાર, પો.કોન્સ. જયદીપસિંહ જાડેજા, પો.કોન્સ કલ્પેશભાઈ અઘારા, પો.કોન્સ સાજીદભાઈ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર તથા પો.કોન્સ પ્રહલાદસિંહ જાડેજા તથા વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(11:06 PM IST)