<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

લાલપુરના જોગવડ ગામ રાણીશીપ વિસ્તારમાથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડતી મેઘપર (પડાણા) પોલીસ

બાતમીના આધારે જોગેશ્વર ધામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતિનો જગાર રમતા શખ્સોને ઝડપી લેવાયા

જામનગર : અશોકકુમાર (IPS) પોલીસ મહાનિર્દેશક રાજકોટ વિભાગનાઓએ પ્રોહી જુગાર અંગેની ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લામાં દારૂ/જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા  લાલપુર વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સપેકટર પી.ટી.જયસ્વાલની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ મેઘપર (પડાણા) પો.સ્ટે ના પો.હેડ કોન્સ. લાખનસિંહ જી.જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર.ઝાલાને ચોકકસ સયુંક્ત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે જોગવડ ગામ રાણીશીપ વિસ્તારમા જોગશ્વર ધામમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપત્તાના પાના વડે તીન પત્તી રોન-પોલીસનો જુગાર હોય જેથી સદર જગ્યાએ રેઈડ કરતા અમુક લોકો જુગાર રમતા હોય, જેના કબ્જામાથી રોકડ રૂ.૧૨૮૭૦/- તથા ગંજીપતાના પાના નંગ પર કિ.રૂ.૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે કબ્જે કરેલ છે.

આરોપીઓ--(૧) અશ્વીનભાઈ સોમાભાઇ માતંગ જાતે અનુજાતી ઉવ 30 ધંધો ડ્રાઇવીંગ રહે જોગવડ ગામ જોગેશ્વરધાર તા.લાલપુર જી.જામનગર મો-૮૯૮૦૬૦૧૦૩૧ (૨) જગદીશભાઇ સોમાભાઈ માતંગ જાતે અનુજાતી ઉવ ૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે. જોગવડ ગામ જોગેશ્વરધાર તા.લાલપુર જી.જામનગર મો-૭૬૦૦૫૫૧૩૪૧ (3) દામજીભાઈ નાથાભાઈ ધોરીયા જાતે અનુ.જાતિ ઉવ ૪૦ ધંધો મજુરી રહે પડાણા ગામ શીવપરા વીસ્તાર તા.લાલપુર જી.જામનગર મો-૮૫૧૧૬૬૬૪૬૦ (૪) દીનેશભાઇ અરજણભાઇ શ્રીમાળી જાતે અનુ.જાતી ઉ.વ.૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે. જોગવડ ગામ જોગેશ્વરધાર તા.લાલપુર જી.જામનગર મો-૯૫૭૪૦૮૫૦૧૫ (૫) વીપુલભાઈ જેઠાભાઈ પારીયા જાતે અનુ.જાતી ઉ.વ.૩૧ ધંધો. ડ્રાઇવીંગ રહે જોગવડ ગામ જોગેશ્વરધાર તા.લાલપુર જી.જામનગર મો-૯૯૧૩૫૨૨૩૪૦
કબ્જે કરેલ મુદ્દામાલ(૧)રોકડા રૂપીયા કુલ રૂ. ૧૨,૮૭૦/-
જે અંગેની ફરિયાદ ધર્મેદ્રસિંહ આર.ઝાલા એ આપેલ છે. જેની આગળની તપાસ તજવીજ પો.હેડ.કોન્સ એલ.જી.જાડેજા નાઓ ચલાવે છે.
આ કામગીરીપો.હેડ કોન્સ. લાખનસિંહ જી.જાડેજા તથા પો.કોન્સ. ધર્મેદ્રસિંહ આર.ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

(11:21 PM IST)