<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જામનગરના લાખાણી તથા રણજીતપર ગામની સીમ વિસ્તારમાથી મોબાઇલ ફોનની ચોરી કરનાર આરોપીને 5 મોબાઇલ સાથે પકડી પાડતી જામનગર-એલ.સી.બી.પોલીસ

હાપા રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી લાખાણી ગામ તથા રણજીતપર ગામની સીમ વિસ્તારમાં ચોરી કરનારને ઝડપી લેવાયો

જામનગર : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (IPS) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ અન ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચેક કરી વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એલ.સી.બી. ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા તથા ગ્રામ્ય વિસ્તારમા અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયભાઇ વિરડા તથા સુમીતભાઇ શિયાર તથા ભરતભાઇ ડાંગરને હકિકત મળેલ કે જામનગર શહેરમાં હોન્ડાના શો રૂમથી આગળ હાપા રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી લાખાણી ગામ તથા રણજીતપર ગામ ની સીમ વિસ્તારમાં ચોરી કરનાર ઇસમ નીચે જણાવેલ નામ વાળો શખ્શ  પકડી પાડી નીચે જણાવેલ અન ડીટેટક ગુન્હોઓ ડીટેકટ કરી ચોરીના કુલ પાંચ મોબાઇલ ફોન કિ.રૂ.૨૫૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પો. હેડ કોન્સ.અરજણભાઇ કોડીયાતર એ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે પંચ એ ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે

(11:33 PM IST)