News of Thursday, 14th August 2025
મોરબીના ગોકુળનગર ગામે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, મટકી ફોડ-રાસ ગરબા સહિતના કાર્યક્રમો.
સવારે ૮ કલાકે શોભાયાત્રા, ૧૧ કલાકે રાસ ગરબા અને બપોરે ૧૨ કલાકે મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે મોરબી શહેર તેમજ દરેક ગામડામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે જેમાં ગોકુળનગર ગામે મટકીફોડ, રાસ ગરબા અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.
મોરબીના ગોકુળનગર ગામે તા. ૧૬ ને શનિવારે મટકી ફોડ અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮ કલાકે શોભાયાત્રા, ૧૧ કલાકે રાસ ગરબા અને બપોરે ૧૨ કલાકે મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે જે મહોત્સવમાં જાહેર જનતાને ગોકુળનગર યુવા ગ્રુપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
