News of Thursday, 14th August 2025
મેળે મેળે મોરલડી હેલે ચડીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમીનો ઉત્સાહ
આજે રાંધણ છઠ્ઠ, કાલે શીતળા સાતમ અને શનીવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશેઃ ફરવા લાયક અને ધાર્મિક સ્થળોએ લોકો ઉમટશે

આટકોટના કોઠી ગામે શ્રી ખેતલીયાદાદાના મંદિરે યોજાયેલ મેળાની તસ્વીર. (તસ્વીર : કરશન બામટા -આટકોટ)
રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમીનો ઉત્સાહ છવાયો છે અને આજથી મેળાનો પ્રારંભ થશે. લોકો મોટી સંખ્યામાં મેળાને માણવા ઉમટી પડશે.
આજે રાંધણ છઠ્ઠ, કાલે શીતળા સાતમ અને શનીવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
જન્માષ્ટમીમાં મીની વેકેશન હોવાનો કારણે ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ જનમેદની ઉમટશે.
રાજુલા
(જગદીશ ઝાંખરા દ્વારા) રાજૂલા :.
રાજુલા જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા ૪૧મી શોભાયાત્રા રાજુલાના રાજમાર્ગો પર નીકળશે સ્વામિનારાયણ મંદિરેથી સવારે ૦૯:૦૦ કલાકે રથને ફુલહારથી શણગારી પૂજા આરતી બાદ રથ પ્રસ્થાન કરશે કળષ્ણ ભગવાન ના જય જયકાર સાથે બેન્ડવાજા વાજિંત્રો નાસિક ઢોલ કથક નળત્ય વાસ ઉપર લંબુઓ જાંબુરાના સીદીઓનું નળત્ય ડાક ડમરૂ અને નાની બાળાઓ દ્વારા રાસ ગરબા ખેલ કુદ કરતા નાના-મોટા મંકી ઓ રંગબેરંગી છત્રીઓ આકાશમાં ગુલાલને બદલે રંગીન કાગળો એરગન દ્વારા ઉડાડવામાં આવશે ભરવાડ સમાજના નાના-મોટા ભાઈઓ પોતાના ઓરીજનલ ડ્રેસમાં રથ ખેંચશે ત્યારબાદ માધવ મટકી ગ્રુપના મેમ્બરો પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં મટકી ફોડવા તૈયાર રહેશે આ શોભાયાત્રામાં ૧૦ થી વધુ વાહનો શણગારવામાં આવશે વાહનમાં અલગ અલગ રામાયણ મહાભારત સનાતન ધર્મને ઉજાગર કરતી નવી કળતિઓનું દર્શન થશે વાહનમાં દરેક સમાજના બાળકો જેમને કાન્હા નુ રૂપ લીધું હોય તેવા ૩૦ જેટલા કાનુડાઓ બિરાજમાન હશે રૂટ દરમિયાન ૨૦ જેટલી મટકી બાંધવામાં આવશે આ રૂટ પાંચ કિલોમીટર ઉપરનો હોય રૂટ દરમિયાન ઠંડા પાણીના સ્ટોલ લચ્છી છાશ ઠંડા પીણા ફરાળ માટે સૂકી ભાજી શીરો આપવામાં આવશે શોભાયાત્રા નો સમય સવારે ૯ થી બપોરે ૩ કલાક સુધી નો રહેશે આ કમિટીને ગ્રામ્ય વિસ્તારનો ખૂબ જ સહકાર મળે છે વધુમાં આ વર્ષે રાત્રે પણ મેઇન બજારમાં મંદિરો પાસે ફલાવર ગેટ ડિજિટલ રંગીન લાઈટોથી શહેર ઝળહળી ઉઠશે લોક માંગ હતી કે આ વર્ષે કંઈક નવીન થવું જોઈએ માટે આ નવતર ઙ્કયોગ કરવામાં આવશે સાથે ૫૫૦ ઉપર મોટી ધજાઓ આખા રાજુલામાં લગાડવામાં આવશે સાથે ફોટાઓ પણ લગાડવામાં આવશે છેલ્લા ૪૧ વર્ષોથી કમિટીના જયંતીભાઈ જાની જયેશભાઈ શેઠ પ્રવીણભાઈ બાવળીયા યોગેશભાઈ શાહ ભુપતભાઈ ધોળકિયા જયભાઈ રાયચા હિતેશભાઈ કાતરીયા યોગેશભાઈ બાવળીયા અર્જુનભાઈ ગોહિલ પાર્થભાઈ દોશી વિગેરે જહમત ઉઠાવી રહ્યા છે સાથે નાના મોટા વેપારી મિત્રો સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં સહકાર આપશે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ :.. જસદણ તાલુકાના કોઠી ગામનું શ્રી ખેતલિયાદાદા મંદિરે નાગપંચમીના દિવસે તા.૧૩ને બુધવારે શ્રાવણ વદ પાંચમના સમસ્ત કોઠી ગામ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ બપોરે પ્રસાદનો લાભ લીધો હતો તેમજ સાંજે સંતવાણી ભજનની રમઝટ બોલાવશે જસદણ શહેરથી આશરે ૮ કિ.મી. દુર કોઠી ગામનું શ્રી ખેતલિયાદાદાનું મંદિર આજે કોઠીધામ તરીકે ઓળખાય છે. સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. જસદણ તાલુકાનું કોઠી ગામનું અલૌકિક અતિ સુંદર ભવ્યતા અનુભવાય તેવું જોવા લાયક સ્થળ એટલે શ્રી ખેતલીયા દાદાનું મંદિર છે. કોઠી ગામમાં વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું. નાગપંચમીના દિવસે સમસ્ત કોઠી ગામ દ્વારા ચાર પ્હોરની આરતી ઉતારવામાં આવે છે.સવારમાં રામધૂન અને રેલી યોજી મંદિરે ભાવિકભકતો દાદાના દર્શન કરે છે. પુજા અર્ચના સાથે રાત્રે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શ્રી ખેતલિયાદાદા મંદિરના પૂજારી દ્વારા દાદાની આરતી ઉતારવામાં આવી. લોકમેળામાં જસદણ તાલુકાના આસપાસ વિસ્તારના ભાવિકભકતો ઉમટી પડ્યા હતા.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
